Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ રાખનાર યુવતી એમને મળવા આવી. એ દિવસોમાં ખલિલ જિબ્રાને દસ-બાર મિત્રો સાથે મળીને બોસ્ટનમાં સાહિત્યમંડળી સ્થાપી હતી. આ મંડળી એમના ચિત્રકલાના ‘હુડિયો'માં મળતી. એ યુવતી જિબ્રાનને મળવા ગઈ, ત્યારે જિબ્રાન કોઈ કાવ્યરચના માટે મંથન કરતા હોય તેમ ઘરમાં આમતેમ લટાર મારતા હતા. આવી રીતે લટાર મારતી વખતે જિબ્રાને એમને એક કવિતા લખાવી, જેનું નામ છે “અંધ કવિ'. માતૃભાષાના ચાહક જિબ્રાનને આ કવિતા ઍરેબિકમાં સ્કુરતી હતી પછી તેઓ એનું ભાષાંતર કરીને આપતા હતા. જાણે કોઈ અમરવાણી પ્રગટતી હોય એ રીતે જિબ્રાને લખાવ્યું, જ્યારે તમે બીજા પાસેથી કંઈ જ ઇચ્છતા નથી અને જ્યારે બીજો તમારી પાસેથી કંઈ જ ઇચ્છતો નથી, ત્યારે અને માત્ર ત્યારે જ તમે એક વસ્તુના સરખા ભાગીદાર બની રહો છો અને તે વસ્તુ છે જીવન.” આઠ આઠ વર્ષ સુધી સ્વાતંત્ર સંગ્રામ ખેલીને જ્યોર્જ વોશિંગ્ટને ફરજનું. અમેરિકાને ઇંગ્લેન્ડના આધિપત્યમાંથી આઝાદી અપાવી. વેતન આ સમયે એમણે પ્રજાને વચન આપ્યું હતું કે હું સેનાપતિપદ ધારણ કરીને વેતન રૂપે એક પાઈ પણ નહીં લઉં, આથી જ્યારે સેનાપતિપદેથી નિવૃત્ત થવા માટે એમણે રાજીનામું આપ્યું ત્યારે લશ્કરને માટે પોતે કરેલા ખર્ચનો પાઈ પાઈનો હિસાબ આપ્યો અને સહુની રજા લઈને રાષ્ટ્રપિતાનું બિરૂદ પામેલા વૉશિંગ્ટન પોતાના વતનમાં પાછા ફર્યા. આ સમયે પેન્સિલ્વેનિયાની કોંગ્રેસે જ્યોર્જ વોશિંગ્ટનને આગ્રહભરી વિનંતી પણ કરી કે આઠ આઠ વર્ષ તમે સ્વાતંત્રસંગ્રામમાં આપ્યાં છે અને ઘરખર્ચ તરીકે એક પાઈ પણ લીધી નથી, તો અમારી થોડી રકમ સ્વીકારો. પરંતુ જ્યોર્જ વૉશિંગ્ટને કહ્યું કે મેં દેશને ખાતર મારી ફરજ બજાવવા માટે આ કર્યું છે. ફરજનું વેતન ન હોય. સમગ્ર દેશમાં સન્માન પામેલો વૉશિંગ્ટન પોતાના વતનમાં પાછો ફર્યો અને સામાન્ય ખેડૂતની માફક ખેતીવાડીનું કામ મનની મિરાત ૧૧૯ જન્મ : ૬, જાન્યુઆરી, ૧૮૮૩, બસી, લેબનોન અવસાન : ૧૦ એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયોર્ક સિટી, અમેરિકા ૧૧૮ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82