Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ એમાં વળી હંટ ઉતારીને આદર આપે એની કલ્પના કરવી એક હબસીને માટે અતિ કઠિન હતી. આ હબસી ખુશ થતો થતો અબ્રાહમ લિંકન પાસે ગયો અને બોલ્યો, “સાહેબ, તમે કોઈ મહાન માનવી લાગો છો !” અબ્રાહમ લિંકને કહ્યું, “ભાઈ, હું તો સાવ સામાન્ય માણસ છું.” ભલે તમે આજે સામાન્ય માણસ હશો, પણ આવતીકાલે તમે જરૂર મહામાનવ થશો.” અબ્રાહમ લિંકને હસતાં હસતાં પૂછ્યું, “તેં મારું ભવિષ્ય શી રીતે ભાખ્યું, એનું કોઈ કારણ?” હબસી નોકરે કહ્યું, “સાહેબ, છેલ્લાં અઢાર વર્ષથી આ હૉટલમાં હું નોકરી કરું છું. જે કોઈ આવે એની પૂરી ખાતર-બરદાસ્ત કરું છું. જે કંઈ માગે તે તરત લાવીને હાજર કરું છું. પણ કોઈ ગોરો ગ્રાહક મારા તરફ ક્યારેય હસ્યો નથી, મારા પ્રત્યે હંમેશાં તિરસ્કાર કે ઘૂણાની નજરે એ જોતા હોય છે. તમે તો મને બક્ષિસ આપી. આજ સુધી મને બક્ષિસમાં ‘નિગર', ‘બગર’, ‘ઢમ” જેવા અપશબ્દો જ મળ્યા છે. આ અપશબ્દો જ અમારું સંબોધન બની ગયા. એટલું જ નહીં, પણ તમે મને આભારવચનો કહી હેટ ઉતારીને મારો આભાર માન્યો. આવા શ્વેત માનવીને મેં જોયા નથી. તમે જરૂર મહાન માનવી બનશો.” આમ કહીને એ વૃદ્ધ હબસીએ અબ્રાહમ લિંકનને નમન કર્યા. રાજનો ધર્મ રાણી એલિઝાબેથના પતિ રાજા લૂઈ યુદ્ધ ખેલવા માટે અન્ય પ્રદેશમાં ગયા, ત્યારે રાણી એલિઝાબેથને રાજ કારભાર ચલાવવાનું સોંપવામાં આવ્યું. એ સમયે ઈ. સ. ૧૨૨પમાં ભીષણ દુષ્કાળ પડ્યો અને અનેક લોકો દુષ્કાળના ખપ્પરમાં હોમાવા લાગ્યા. કેટલાંય પ્રાણીઓ ભૂખથી તરફડીને મૃત્યુ પામવા લાગ્યાં. અન્નનો દાણો મેળવવા માટે લોકો પ્રાણની પણ પરવા કર્યા વિના લૂંટફાટ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિ હોવા છતાં રાજ કર્મચારીઓએ કશા નક્કર પગલાં લીધાં નહીં, એથીયા વિશેષ દુષ્કાળની વાતોને વધુ પડતી ચગાવવામાં આવી છે એમ કહીને લોકોને ધુત્કાર્યા. રાણી એલિઝાબેથને આ પરિસ્થિતિની જાણ થતાં જ એણે તત્કાળ હુકમ કર્યો, રાજનો અન્નભંડાર પ્રજાને માટે ખુલ્લો મૂકી દો. જે ધનભંડાર છે, એમાંથી ધન વાપરીને અન્ન એકઠું કરી, ગરીબોને વહેંચી આપો.” મનની મિરાત ૭૭ જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦e, કાર્ડન કાઉન્ટી, કેકી, અમેરિક્ષ અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિંગ્ટન ડી.સી. અમેરિકા ૭૬ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82