Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ બીજાએ માહિતી પણ આપી કે એ ગુલામ ઍથેન્સમાં જ છે અને એને પકડીને પાછો લઈ આવવો એ રમતવાત છે. આ સાંભળીને ડાયોજિનિસે કહ્યું, “મને ખબર છે કે આ ગુલામ અત્યારે ક્યાં છે, પણ હું એને પકડીને પાછો બોલાવવા માગતો નથી.” “શા માટે ?” “કારણ કે હું ગુલામ કરતાંય હલકો કે ઊતરતો બનવા માગતો નથી. મારે ગુલામના ગુલામ થયું નથી.” “અરે, તમે કાયદા મુજબ કામ કરો છો. એને પાછો લાવો છો એમાં ખોટું શું ? શું ગુલામના ગુલામ થવાનું ?" “જુઓ, એક નાચીઝ ગુલામ મારા વગર મુક્ત અને સ્વતંત્ર બનીને રહી શકે છે અને હું તેના વગર જીવી શકું નહીં, તો અમારા બેમાંથી કોણ ઊતરતો ગણાય ? એ ગુલામ મારા વિના જીવી શકે અને હું એના વિના જીવી શકું નહીં, તો તેમાં ગુલામ કોણ કહેવાય - એ કે હું ? એને બળજબરીથી મારા ઘરમાં રાખું તો હું ગુલામનો પણ ગુલામ ગણાઈશ." ગ્રીસમાં ડાયોજિનિસે સ્વાવલંબનનો મહિમા કર્યો. ८० જન્મ અવસાન - ઈ. પૂ. ૪૧૨, સિનોપ, ગ્રીસ - ઈ. પૂ. ૩૨૩, કોરિન્ધ, ગ્રીસ મનની મિરાત સાચું આશ્વાસન ભગવાન બુદ્ધના સમકાલીન એવા મહાત્મા કન્ફ્યૂશિયસના વિચારોએ ચીનની રાજકીય અને સામાજિક પ્રણાલી પર ગાઢ અસર કરી. પોતાના વનમાં પંદર વર્ષ સુધી એકાંતવાસ સેવીને એમણે ઊંડું ચિંતન કર્યું અને ત્યારબાદ તેર વર્ષ સુધી પરિભ્રમણ કરીને લોકોને ધર્મજ્ઞાન આપ્યું. એમણે વ્યક્તિ અને રાજા બંનેને અનુલક્ષીને ઉપદેશ આપ્યો. એમણે કહ્યું કે પ્રેમ, કર્તવ્યપાલન, દાન, ક્ષમા, સહિષ્ણુતા તથા તપ જેવા ગુણોથી માણસને શાંતિ અને સુખ મળે છે, જ્યારે રાજાઓને માટે એમણે કડક શિસ્તપાલનની વાત કરી. ‘જેવો રાજા, તેવી પ્રજા' એમ માનતા હોવાથી રાજાને માટે ચુસ્ત નિયમપાલન અને ઉમદા શિષ્ટાચારપાલનનો આગ્રહ સેવ્યો. માનવતાવાદ એ એમની વિચારધારાનું પ્રધાન સૂત્ર હતું. એક વાર ચીનમાં પરિભ્રમણ કરી રહેલા મહાત્મા કન્ફ્યૂશિયસને નગરજનોએ એક સમાચાર આપતાં કહ્યું, મનની મિરાત ૮૧

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82