Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ એ પછી ક્ષયનો રોગ એમને ઘેરી વળ્યો અને તેઓ જીવનનો અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે એમનાં દાદીમાએ કહ્યું, “બેટા, મને એમ લાગે છે કે આપણે હવે કોઈ પાદરીને બોલાવીએ.” હેન્રી થોરોએ પૂછ્યું, “એમને બોલાવવાની જરૂર શી છે?” વૃદ્ધ દાદીમાએ કહ્યું, “બેટા, તું મોટો લેખક છે એ વાત સાચી, તેં ઘણું ચિંતન કર્યું છે એ પણ ખરું, પરંતુ માણસ મૃત્યુ વેળાએ પાદરીને બોલાવીને એમની સમક્ષ પોતાનાં પાપોની કબૂલાત કરે છે. એ તું ક્યાં નથી જાણતો ?'' હેન્રી થૉરીએ કહ્યું, “જો પાદરીને બોલાવીને પાપની કબૂલાત જ કરવાની હોય, તો એમને બોલાવવાની કશી જરૂર નથી. મેં જિંદગીમાં પાપ જ કર્યું નથી, પછી કબુલાત કરવાની શી વાત ?” આટલું બોલીને મહાત્મા થોરોએ આ જગતની વિદાય લીધી. અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નિબંધસર્જક અને વિવેચક વિલિયમ પર્વગ્રહોને હેઝલિટને જીવનમાં માત્ર કારમી ગરીબીનો જ નહીં, પરંતુ ગાઢ હતાશાનો પણ પાર અનુભવ કરવો પડ્યો. એના પિતાની ઇચ્છા એને પાદરી બનાવવાની હતી, પરંતુ એ માટે એકાદ વર્ષ અભ્યાસ કરીને એ ઘેર પાછો ફર્યો. એનો ભાઈ ચિત્રકાર હોવાથી ચિત્રકાર બનવાનો વિચાર કર્યો, પરંતુ એવામાં લેખક થવાનું મન થયું. નિબંધકાર અને વિવેચક તરીકે હેઝલિટે અંગ્રેજી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છવ્વીસ વર્ષની વયે એનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. પચીસ વર્ષના એના સર્જનકાળમાં એણે ઉત્તમ લેખનકાર્ય કર્યું. અંગ્રેજી સાહિત્યમાં સેમ્યુઅલ હોન્સન પછીનો એ સૌથી મોટો વિવેચક ગણાયો. શેક્સપિયરનાં નાટકો વિશે વિલિયમ હેઝલિટે મહત્ત્વનું વિવેચન કાર્ય કર્યું. આટલું બધું સાહિત્યસર્જન કરવા છતાં એના સમયકાળમાં એને સર્જક તરીકે વિશેષ ખ્યાતિ મળી નહીં. માથે દેવું વધી ગયું અને એને પરિણામે એને કારાવાસ પણ ભોગવવો મનની મિરાત ૭૩ જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૧૩, કોન્ક, મૅસેચૂસેટ્સ, અમેરિકા અવસાન ઃ ૬ મે, ૧૮૬૨, કોન્ક, કૅસેચૂસેટ્સ, અમેરિકા ૭૨ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82