________________
રાજમહેલમાં વસતી લટેસિયા ધારે તેટલા વૈભવને ભોગવી શકે તેમ હતી; પરંતુ એણે એક સામાન્ય નારીની માફક જીવવાનું પસંદ કર્યું. કોઈ વધારે ખર્ચો નહીં. કોઈ ખોટા ભોગ-વિલાસ નહીં.
સર્વસત્તાધીશ સમ્રાટની માતા એક સામાન્ય સ્ત્રીની માફક રહે તે સહુને ખટકતું હતું. એક વાર નેપોલિયન બોનાપાર્ટ પોતાની આ અત્યંત વહાલસોયી માતાને પ્રશ્ન કર્યો, “આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં, તમે શા માટે આવું સાદું અને કરકસરયુક્ત જીવન જીવો છો ?”
લટેસિયાએ કહ્યું, “બેટા, આજે સમૃદ્ધિ છે, પણ આવતીકાલ કોણે જોઈ છે ? ગરીબીના એ કારમા દિવસો ફરી પાછા નહીં આવે એની ખાતરી કોણ આપી શકે ? મારે તો એવી રીતે જીવવું છે કે જેથી ચડતી આવે કે પડતી - કદી કોઈ સ્થિતિમાં મુશ્કેલી ન પડે.”
રાજમાતા લટેસિયાની આ વાત અક્ષરશઃ સાચી ઠરી ! જગપ્રસિદ્ધ વૉટર્ટૂના યુદ્ધમાં નેપોલિયનનો પરાજય થયો. એણે બીજી વાર ગાદીનો ત્યાગ કર્યો. વળી પાછું એકસો દિવસ શાસન મેળવ્યું અને અંતે નિર્જન એવા સેન્ટ હેલેના ટાપુ પર એકાંત કેદ ભોગવવી પડી.
જીવનની ચડતી અને પડતીની માતાની એ વાત નેપોલિયન બોનાપાર્ટને મોડી મોડી પણ સમજાઈ.
૬૬
જન્મ અવસાન
: ૧૫ ઑગસ્ટ, ૧૭૩૯, એજેસીઓ, કોર્સિકા, ફ્રાંસ : ૫ મે ૧૮૨૧, લોંગવુડ, સેંટ હેલેના ટાપુ
મનની મિરાત
વિઝિટ
ફી
ઇંગ્લૅન્ડના વિખ્યાત નાટ્યસર્જક જ્યૉર્જ બર્નાર્ડ શૉ અસ્વસ્થતાનો અનુભવ કરતા હતા. એમણે ડૉક્ટરને વિઝિટે આવવા કહ્યું. જ્યૉર્જ બર્નાર્ડ શૉની ઊંચી સીડી ચડતાં ડૉક્ટર હાંફી ગયા. ડૉક્ટરે પોતાની બૅગ મૂકતાં કહ્યું,
“મિસ્ટર શૉ, આ તમારો દાદરો તો કેવો ઊંચો છે ? ભલભલા હાંફી જાય. મને તો પરસેવો વળી ગયો અને માથામાં ચક્કર આવવા લાગ્યા."
બર્નાર્ડ શૉએ ડૉક્ટરને આરામથી બેસવા વિનંતી કરી અને પોતાની પાસે માથાના દુઃખાવાની જે ટૅબ્લેટ હતી તે આપી. ડૉક્ટરે ટૅબ્લેટ લીધી અને શૉએ જાણે એમનું નિદાન કરતા હોય તેમ કહ્યું,
“ડૉક્ટર સાહેબ, તમારે વધતી જતી ચરબીનું ધ્યાન રાખવું જોઈએ. મિષ્ટ વાનગીઓ પરથી મન હટાવી લેવું જોઈએ. રોજ ફળ ખાવાં અને લીલાં શાકભાજીને ભૂલવાં નહીં.” ડૉક્ટર આ વિખ્યાત લેખકની સલાહ સાંભળી રહ્યા. એમણે કહ્યું, “વાહ ! ધન્યવાદ !”
મનની મિરાત
૬૭