Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ સમય મળે તે પણ આવશ્યક છે.” આઇન્સ્ટાઇને કહ્યું, “જુઓ, પેલા બ્રિજના છેડે સાંજે આપણે મળીએ. હું રોજ સાંજના એ બાજુ ફરવા આવું છું. ત્યાં બરાબર પાંચ વાગે આવજો. આપણે સાથે ચાલીશું અને નિરાંતે વાત પણ કરીશું.” યુવાન સાંજના પાંચ વાગે બ્રિજના છેડે હાજર થઈ ગયો. બરાબર પાંચના ટકોરે આઇન્સ્ટાઇન દેખાયા. એ એમની પાસે ગયો અને બંનેએ બગીચામાં ફરતા ફરતા વાર્તાલાપ રારૂ કર્યો. યુવાને પોતાની વાત જણાવી અને માર્ગદર્શન માગ્યું. આઇન્સ્ટાઇને એનો ઉકેલ બતાવ્યો. અંતે યુવકે એક પ્રશ્ન કર્યો, “આપે સવારે મને અર્ધો કલાક આપવાની ના પાડી, પણ સાંજે તો અર્ધો કલાક આપ્યો. આપનો સમય તો એટલો જ ગયો, તો પછી સવારે શા માટે મારી સાથે વાતચીત ન કરી ?” આઇન્સ્ટાઇને કહ્યું, “મિત્ર, હું દિવસની કામગીરીનું સમયપત્રક રાખું છું. અગાઉના દિવસે રાત્રે હું મારા પછીના દિવસના કામનું આયોજન કરું છું. કર્યું કામ ક્યારે કરવું તેને માટે જુદો જુદો સમય નક્કી કરું છું. “હવે જો સવારે મેં તમને સમય આપ્યો હોત, તો મારું નિયત સમયપત્રક ખોરવાઈ જાત અને એને પરિણામે મારાં દિવસભરનાં જુદાં જુદાં કામો પર અસર થાત, આથી જ મેં તમને મારો સાંજનો ફરવાનો આ સમય આપ્યો.” જન્મ અવસાન : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ યુર્ટેનબર્ગ, જર્મની - ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્સ ટોન, ન્યુજર્સી, અમેરિકા મનની મિરાત અમેરિકાના ગુલામોના મુક્તિદાતા અને માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન સ્પ્રિંગફિલ્ડમાં વકીલાત કરતા હતા, ત્યારે એમનો ભાગીદાર વકીલ હર્નડન ક્યારેક વહેલી સવારમાં ઑફિસમાં આવતો, ત્યારે ઑફિસના ઓરડાની છત તરફ ગ્લાનિભરી નજર કરીને ચત્તાપાટ સૂતેલા અબ્રાહમ લિંકનને જોતો. અંગત વેદના આ દૃશ્ય જોતાં એ કળી જતો કે ઘરકંકાસથી ત્રાસેલો લિંકન આજે વહેલી સવારે ઑફિસે આવી ગયો છે. લિંકનના ચહેરા પર વેદના અને ગ્લાનિની રેખાઓ જોઈને હર્નડન એને બોલાવવાની હિંમત કરતો નહીં. દુઃખી મિત્રને હકીકત પૂછીને એ એને વધુ દુ:ખી કરવા ચાહતો નહોતો, આથી હર્નડન ઑફિસમાંથી પોતાના જરૂરી કાગળો લઈને ચાલ્યો જતો. રોજ બપોરે હર્નડન ભોજન માટે પોતાના ઘેર જતો, ત્યારે નજીકમાં રહેતા હોવા છતાં લિંકન ઘેરથી લાવેલા પાંઉના ટુકડા, થોડીક ચીઝ અને થોડાંક બિસ્કિટથી બપોરનું ભોજન પતાવી દેતા. શનિવાર અને રવિવારે અદાલતનું કામકાજ બંધ હોય, મનની મિરાત ૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82