Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ અમેરિકન ધનપતિએ વાતમાં મોણ નાખતાં કહ્યું, ‘સાહેબ, આપ મારી આ દરખાસ્ત સ્વીકારશો તો આપ પણ મારી માફક વિશ્વની અત્યંત ધનાઢ્ય વ્યક્તિ બની જશો. આપને કલ્પનાતીત ધન મળશે.' સર એલેક ગિનેસે કહ્યું, ‘કહો, કેટલું ધન મળશે ?’ અમેરિકન ધનપતિએ ઉત્સાહભેર કહ્યું, ‘પૂરા સત્તર મિલિયન ડૉલર !' અદાકાર એલેક ગિનેસે કહ્યું, “સાચે જ આ ઘણી મોટી ૨કમ છે. પણ એ માટે મારે શું કરવાનું છે ?’ ધનપતિએ કહ્યું, ‘ખાસ કોઈ મોટું કામ કરવાનું નથી. નાના કામના અઢળક દામ છે. મારી દારૂની વિખ્યાત કંપનીના વિજ્ઞાપન માટે તમારે મૉડલિંગ કરવાનું છે. મારે મારી કંપનીને દુનિયાની પહેલા નંબરની કંપની બનાવવી છે. એને માટે દારૂની વિજ્ઞાપનમાં તમારા જેવી વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિને ‘માંડેલ’ તરીકે લેવા માગું છું.' સર એલેક ગિનેસે કહ્યું, ‘બરાબર, કહો શું કરવાનું છે ?’ ધનપતિએ કહ્યું, ‘તમારે તમારા હાથમાં દારૂથી છલોછલ ગ્લાસ લેવાનો અને એના ઘૂંટડા પીવાના. થોડી જ વારમાં તમે એક નવી વ્યક્તિ તરીકે દેખાઓ. યુવાન, છટાદાર અને આકર્ષક ! મારી દરખાસ્ત મંજૂર છે ને ?’ સર એલેક ગિનેસે કહ્યું, ‘માફ કરજો, સાહેબ ! મારાથી આ નહીં થાય. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, તો પછી હું લોકોને આવું ઝેર પીવાની સલાહ અને ભલામણ કઈ રીતે કરી શકું ? મને માફ કરજો.' ૫૮ જન્મ ૩ ૨ એપ્રિલ, ૧૯૧૪, પેરિંગટોન, ઇંગ્લૅન્ડ અવસાન : ૫ ઑગસ્ટ, ૨૦૦૦, વેસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ મનની મિરાત યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવ સાત જન્મ પ્રસંગે યુનિવર્સિટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના ઓછા પડે ! પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યાં. વક્તવ્યો પછી દસેક મિનિટના વિરામ બાદ પુનઃ કાર્યક્ર્મનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ સજ્જને પોતાની બાજુમાં બેઠેલા યુવાનને પૂછ્યું, “કેમ, તમારે બહાર જવું નથી ?” યુવાને કહ્યું, “ના સાહેબ, મારે કાર્યક્મ માણવો છે. એની એક ક્ષણ પણ જવા દેવી નથી, તેથી બહાર જઈને પાછા આવતાં જો થોડું મોડું થઈ જાય તો શું ? વળી મને કોઈ આદત નથી. સિગારેટ તો શું, પણ ચા-કૉફીયે પીતો નથી.” પ્રૌઢ સજ્જને સ્નેહાળ સ્મિત કરતાં કહ્યું, “ભાઈ, તમારો સ્વભાવ મને પસંદ પડી ગયો. આપણે બંને સરખા છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો ? બરાબરને ?” આ યુવાન અને પ્રૌઢ વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, “તમે શું કરો છો ? ક્યાં સુધી અભ્યાસ કર્યો?" યુવાને કહ્યું, “મેં ? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. મનની મિરાત ૫૯

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82