Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ આ માણસ એમને દીવાનખંડમાં બેસાડીને અંદર ગયો અને થોડી વાર પછી ભારતીય ઉદ્યોગપતિ સામે આવીને હાથ લંબાવતાં કહ્યું, “હું હેન્રી ફોર્ડ છું.” ઉદ્યોગપતિના આશ્ચર્યનો પાર ન રહ્યો. હેન્રી ફોર્ડ સામે સાશક નજરે જોયું અને બોલ્યા, “સાહેબ, આપ તો ઘરના નોકરનું કામ કરતા હતા. આટલી મોટી કંપનીના માલિક આવી રીતે વાસણ સાફ કરતા હોય એ જોઈને કોઈને પણ ભ્રમ થઈ જાય, આવું કામ તો નોકરોએ કરવાનું હોય.” હેન્રી ફોર્ડે કહ્યું, “મારા પૂર્વજો આયર્લેન્ડથી આવીને અમેરિકામાં વસ્યા, મારા કારકિર્દીના પ્રારંભે હું ડેટ્રોઇટમાં મશીનિસ્ટ એપ્રેન્ટીસ તરીકે કામ કરતો હતો. મારું બધું જ કામ જાતે કરતો હતો. આ કઠોર પરિશ્રમને કારણે આજે ફોર્ડ મોટરનો માલિક બન્યો છું, પરંતુ હું મારો ભૂતકાળ ભૂલી જાઉં નહીં અને લોકો મને મોટો માણસ માને નહીં, તે માટે હું જાતે જ મારાં બધાં કામ કરું છું. એમાં મને કશી શરમ આવતી નથી કે આનાકાની થતી નથી.” હેન્રી ફોર્ડનાં આ વચનો સાંભળીને ભારતીય ઉદ્યોગપતિએ એમની રજા લેતાં કહ્યું, “સાહેબ, હું જાઉં છું. હું જે ઇરાદાથી આપની પાસે આવ્યો હતો, એ તો એક જ મિનિટમાં સિદ્ધ થઈ ગયો. મને સમજાયું કે સફળતા મેળવવા માટે બીજા પર આધાર રાખવો નહીં, બલકે પોતાની જાત પર ભરોસો રાખવો.” તૂટેલી માનવીના ગહન ભાવો પ્રગટ કરનારા ચિત્રકાર અને જીવન વિશેનું મૌલિક અને અર્થગંભીર ચિંતન આલેખનારા ખલિલ જિબ્રાન બૈરુતમાં પાંખો વસતા હતા, ખૂબ નાની વયથી લિયોનાર્ડો દ’ વિચીનાં ચિત્રોમાં ઊંડી દિલચસ્પી ધરાવતા હતા. ચિત્રકલાના અભ્યાસ માટે ૧૯૦૧માં ખલિલ જિબ્રાન પૅરિસ ગયા અને અહીં એમણે ‘સ્પિરિટ રિબેલ્યસ” નામનું પુસ્તક લખ્યું. ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયી જિબ્રાન પર બૈરુતના પાદરીઓ આવું ‘વિદ્રોહી અને યુવાનોને ગેરમાર્ગે દોરનારું પુસ્તક' લખવા માટે એટલા તો ગુસ્સે થયા કે એમને સંપ્રદાયમાંથી હાંકી કાઢયા અને દેશવાની સજા ફરમાવી. એમણે અમેરિકામાં વસવાટ સ્વીકાર્યો. ૧૯૦૩માં માતા કામિલા રાહમીની માંદગીને કારણે ખલિલ જિબ્રાન પૅરિસથી અમેરિકા આવ્યા અને બીમાર માતાને એમની કૃતિ “ધ પ્રોફેટ' વાંચી સંભળાવી. આ સમયે માતાએ સલાહ આપી કે હજી હમણાં એને પ્રગટ કરવાની ઉતાવળ કર નહીં, એને પરિપક્વ થવા દે. અને હકીકતે એ કૃતિમાં ખલિલ જિબ્રાને જન્મ : ૩૦ જુલાઈ, ૧૮૬૩, મિશિગન, અમેરિકા અવસાન ઃ ૭ એપ્રિલ, ૧૯૪૩, મિશિગન, અમેરિકા ૫૪ મનની મિરાત મનની મિરાત પપ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82