Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા બદલ એ મહિલાનો ઊધડો લીધો. સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિશે લાંબું સંભાષણ લખ્યું. કાર્નેગી પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતો હતો ત્યાં કોઈ અગત્યનું કામ આવી જતાં પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો. બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતો હતો, ત્યાં મનમાં થયું કે જરા ગુસ્સામાં વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખીને નવેસરથી પત્ર લખવા બેઠા. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે થોડાં ઠપકાનાં વચનો કઠોર ભાષામાં લખ્યાં. ફરી કાગળ મોકલવાનો વિચાર કરતાં એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ન લખે તે સમજી શકાય, પરંતુ પોતે આવી અશિષ્ટ ભાષા લખે તે બરાબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો ને નવેસરથી લખ્યો. આ રીતે પત્રલેખનની સાથોસાથ પત્ર-નાશ કરવાનું કામ ચાલતું રહ્યું. આખરે સાતમી વખત એણે પત્ર લખ્યો. એ પત્રમાં આ મહિલાનો આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ઘેર મહેમાન બનીને રહેવા આવી. બંનેએ એકબીજાને આદર આપ્યો. એમની વચ્ચે પરસ્પર લાગણીભર્યો સંબંધ બંધાયો. મોટરકારનું જથ્થાબંધ ઉત્પાદન કરીને નવી ઔદ્યોગિક ક્ષિતિજો ઉઘાડી વાત પર આપનાર હેન્રી ફોર્ડે જગતમાં ઔદ્યોગિક ક્રાંતિ સર્જવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ભરોસો ૧૯૧૩માં એમણે આપેલો ‘એસેન્લી લાઇન' પ્લાન્ટથી મટર, ટ્રેક કે સ્કૂટરના જ ઉત્પાદનમાં નહીં, પરંતુ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિજરેટરો વગેરેનાં જથ્થાબંધ ઉત્પાદન કરવામાં મહત્ત્વની પ્રગતિ સધાઈ. ભારતમાં મોટર-ઉત્પાદનનો પ્રારંભ કરતાં પૂર્વે એક ભારતીય ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડને મળવા માટે અમેરિકા ગયા. ભારતીય ઉદ્યોગપતિએ અમેરિકા પહોંચીને હેન્રી ફોર્ડ પાસે મળવાનો સમય માગ્યો એટલે હેન્રી ફોર્ડ એમને કહ્યું કે દિવસે તો આપને માટે વધુ સમય ફાળવી નહીં શકું, પરંતુ સાંજે છ વાગે મારે ઘેર આવો તો મળાશે. ભારતીય ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે એક માણસ વાસણ સાફ કરી રહ્યો હતો. ઉદ્યોગપતિએ એને પૂછ્યું, “મારે હેન્રી ફોર્ડ સાહેબને મળવાનું છે. એમણે મને મુલાકાતનો સમય આપ્યો છે.” મનની મિરાત પ૩ જન્મ : ૨૫ નવેમ્બર, ૧૮૩પ, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ અવસાન : ૧૧ ઓગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, અમેરિક્ષ પર મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82