Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ પોતાના બદનસીબ પર આંસુ સારતો રહ્યો. એક દિવસ એના મનમાં વિચાર જાગ્યો. આ નિરાશા તો મને નકામો કરી મુકશે. મારા મનમાં રહેલી સિમ્ફની સર્જવાની કેટકેટલી કલ્પનાઓ ખાખ થઈ જશે. ભલે મારી શ્રવણશક્તિ ન હોય, પણ સર્જનશક્તિ તો છે ને ! ભલે હું સાંભળી શકતો ન હોઉં, પરંતુ બીજાને સંભળાવીને એનો આનંદ તો પામી શકું ને ! સંગીતનું મારું જ્ઞાન, મારા લય અને મારાં સ્વરૂપ એવાં જ રહ્યાં છે. મારું પિયાનોવાદન એટલા જ સૂરો ધરાવે છે તો શા માટે એને સિમ્ફનીમાં મૂકીને જગતરસિકોને ઉપલબ્ધ ન કરાવું ? વળી એણે વિચાર્યું કે માનવીને જીવનની બંધિયાર પરિસ્થિતિમાંથી છુટકારો આપનાર અને માનવતાને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનું માધ્યમ સંગીત છે. માનવતા બીથોવનને પોકારતી હતી. સાથોસાથ સ્વજીવનની હતાશાભરી પરિસ્થિતિમાંથી બહાર આવવા સંગીત અને સાદ પાડતું હતું. પછી તો બીથોવને સમકાલીન સંગીતપરંપરાનાં બધાં સ્વરૂપોમાં ઉત્તમ રચનાઓ આપી. સિમ્ફનીમાં એણે અનેક મૌલિક પ્રયોગો કર્યા. એના બંધારણમાં પરિવર્તન આણીને એમાં અભિવ્યક્તિને મોકળું મેદાન આપ્યું. સંગીતને વધુ જીવંત બનાવ્યું અને બીથોવને એક નવી સંગીતશૈલી આપી, જેના પર પછીના રંગદર્શી સંગીતકારોએ રચનાઓ કરી. એ નિરાશ બીથોવન અંધારી કોટડીમાં એકલો પુરાઈ રહ્યો હોત તો શું થાત ! તો યુરોપને એક સદી સુધી પ્રભાવિત કરનાર સંગીતકાર મળ્યો ન હોત ! વિખ્યાત વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન સમયનું મૂલ્ય જાણતા હતા. સમયનું પોતાની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક એક ગ્રંથભંડાર ધરાવતા હતા. મૂલ્ય એક વાર એક વ્યક્તિ પુસ્તક ખરીદવા આવી અને એણે કાઉન્ટર પર ઊભેલા કર્મચારીને પૂછ્યું, “અરે ભાઈ ! આ પુસ્તકની કિંમત કેટલી છે?” પુસ્તક જોઈને નોકરે કહ્યું, “સાહેબ, એક ડૉલર.” “ઓહ ! આની કિંમત એક ડૉલર ? કંઈક સહેજ થોડી ઓછી કરોને.” કર્મચારીએ કહ્યું, “સાહેબ, અમારી દુકાનમાં આવી રીતે વ્યવહાર થતો નથી. આવી પ્રથા નથી. આપે એક ડૉલર આપવો પડશે.” ગ્રાહકને ખ્યાલ હતો કે આ બેન્જામિન ફ્રેન્કલિનનો ગ્રંથભંડાર છે એટલે એણે પૂછ્યું, “અંદર મિસ્ટર ફ્રેન્કલિન છે ? જરા બોલાવો તો.” કર્મચારીએ કહ્યું, “તેઓ મહત્ત્વના કામમાં ડૂબેલા છે. આપને કંઈ જરૂરી કામ છે ?” મનની મિરાત ૪૩ જન્મ : ૧૬ ડિસેમ્બર, ૧૭૭૦, બોન, બેપ્ટિક્સડ, વિયેના અવસાન : ૨૬ માર્ચ, ૧૮૨૭, વિયેના, ઑસ્ટ્રિયન, એમ્પાયર ૪૨ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82