Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ પ્રમાણે હાથમાં ચાંક લઈને બ્લૅકબોર્ડ ઉપર આમતેમ થોડા આંકડાઓ પાડવાનો અને લીટીઓ દોરવાનો અભિનય કરું, તો હું માંકડા જેવો જ લાગ્યું. માટે આ કામ મારાથી થઈ શકશે નહીં, મને માફ કરજો.” આઇન્સ્ટાઇનના પુણ્યપ્રકોપથી દાઝેલા પેલા નિર્માતાએ વિદાય લેવાનું જ મુનાસિબ માન્યું. એ પછી આઇન્સ્ટાઇનનાં પત્ની એલ્સાએ કહ્યું, “તમે નિર્માતાની ખરેખરી ખબર લઈ લીધી. ફરી વાર આપણા ઘરના ઉંબરે આવવાનું નામ નહીં લે.” આઇન્સ્ટાઇન ગંભીર થઈ ગયા. એ બોલ્યા, “આ લોકો મનમાં ફાંકો રાખતા ફરે છે કે મોટી રકમના ચેકના જોરે એ સહુ કોઈને ખરીદી શકે છે. એમને એક વાતની ખબર નથી અને તે એ કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી અને લોકોની લાગણી જીતી શકાતી નથી. શું છે આ સંપત્તિ ? દુનિયાભરની સંપત્તિ માનવજાતની પ્રગતિમાં પ્રેરક બની શકે તેમ નથી. આ સંપત્તિ તો માનવીય સ્વાર્થને બહેકાવે છે, સમાજને ઊર્ધ્વગામી બનાવતી નથી.” એલ્સાએ કહ્યું, “આપની વાત સાચી છે. જગતને ઊર્ધ્વગામી બનાવનારા કુબેરપતિઓ નથી." આઇન્સ્ટાઇન બોલ્યો, “એને ઉર્ધ્વગામી બનાવે છે પુનિત વ્યક્તિઓનાં ઉમદા આચરણો. મુસા પાસે ધનના ઢગલા હતા ? જિસસ બ્રઇસ્ટ શું બિલ્લોનેરના પુત્ર હતા ? ગાંધીજી કંઈ મિલ્યોનર હતા ? આ બધા તો ફકીરી ધારણ કરનારા અકિંચન હતા.” એલ્સાએ કહ્યું, “આ અકિંચનોએ જ ગરીબ દુનિયાને સાચી રીતે સમૃદ્ધ બનાવી, ખરું ને ?” “હા. આપણે પણ હવે આપણી જરૂરિયાતોને ઘટાડતા જઈએ અને આપણા માનવબંધુઓને વધુ ને વધુ મદદરૂપ બનીએ.” ૩૮ જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉન્મ, જર્મની અવસાનઃ ૧૮ એપ્રિલ, ૧૯૫૫, ન્યુજર્સી, અમેરિકા મનની મિરાત ગૌતમ બુદ્ધના સમકાલીન તથા જાપાન, કોરિયા અને ચીનની સંસ્કૃતિ સાધનાની પર ગાઢ પ્રભાવ પાડનાર તત્ત્વવેત્તા અને ધર્મસ્થાપક કન્ફ્યૂશિયસે વર્ષો સુધી સાર્થકતા રાજ્યની નોકરી કર્યા બાદ એકત્રીસમા વર્ષથી શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પંદરેક વર્ષ એકાંત ચિંતન કર્યા પછી તેર વર્ષ સુધી પરિભ્રમણ કરીને એમણે લોકોને ધર્મજ્ઞાન આપ્યું. આવા એક પરિભ્રમણ સમયે રસ્તામાં એક મહાત્માને વૃક્ષની છાયા હેઠળ વિશ્રામ કરતા જોઈને કન્ફ્યૂશિયસે પૂછ્યું, “આપ નગર છોડીને અહીં આવા એકાંત નિર્જન સ્થાનમાં કેમ વસો છો?” મહાત્માએ ઉત્તર આપ્યો, “આ રાજ્યનો રાજા અત્યાચારી, કુટિલ અને દુષ્ટ છે. પ્રજા પણ આવા રાજાને કારણે દુરાચારી અને ભ્રષ્ટાચારી બનતી જાય છે. આવા વાતાવરણમાં મારો વ મૂંઝાતો અને ગૂંગળાતો હતો. ત્યાં કઈ રીતે જિવાય ? એટલે હું આ એકાંત સ્થળે આરામથી કોઈ પણ પ્રકારની ચિંતા, ઉચાટ કે ફિકર વગરનું જીવન ગાળું છું.” કન્ફ્યૂશિયસ નિયમપાલન અને શિષ્ટાચારપાલનના આગ્રહી હતા. રાજાઓના વર્તનની પ્રજા પર ઊંડી અસર પડતી હોવાથી રાજાઓને કડક શિસ્તપાલનનો ઉપદેશ આપતા હતા, તેથી એમણે મનની મિરાત ૩૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82