Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનોરની આંખમાં આંખ પરોવીને કહ્યું, “આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર, બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું ? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કરે અને પછી એ કામમાં ડૂબી જા.” એલિનોર રૂઝવેલ્ટે ફબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યા. માનવ-અધિકારોની ઝુંબેશ જગાવી. બેકારી દૂર કરવા અને ગરીબોના આવાસની કામગીરીમાં પ્રવૃત્તિશીલ રહ્યા. કટારલેખન અને ગ્રંથલેખન કર્યું. યુનોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વમાં સમાન અને ભેદભાવવિહીન અધિકારોનું યુનોની સામાન્ય સભાએ જે ઘોષણાપત્ર મંજૂર કર્યું, તેમાં પણ એલિનોરના પ્રયાસો મહત્ત્વપૂર્ણ બની રહ્યા, સમગ્ર વિશ્વને અનુલક્ષીને કરેલાં માનવકલ્યાણના પ્રયાસોને કારણે તેઓ લોકોનો અપ્રતિમ સ્નેહ અને આદર પામ્યા. આમ એક શરમાળ છોકરી ખોટી ટીકાઓની પરવા કર્યા વિના વિશ્વ-રાજ કારણની સમર્થ નારીશક્તિ બની. શું? અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર ઍન્ડ્રુ કાર્નેગી પોતાના આજનું લોખંડના વિશાળ કારખાનામાં પ્રતિદિન છ વખત રાઉન્ડ લેતા હતા. માલના ઉત્પાદન અંગે તેમજ કામદારોની કાર્યશૈલી વિશે જરૂરી સૂચનાઓ આપતા હતા. જ્યાં કામ ધીમું થતું, ત્યાં ત્વરાથી કરવાની તાકીદ કરતા અને જ્યાં કોઈ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતું તેને શાબાશી આપીને ઉત્સાહિત કરતા હતા. કારખાનામાં કામ કરતો ચાર્લ્સ બૅબ નામનો કારીગર અત્યંત ચપળ અને સ્કૂર્તિવાન હતો. અંન્દ્ર કાર્નેગીને એનો ઉત્સાહ અને એની કાર્યનિષ્ઠા પસંદ પડ્યાં એટલે કારખાનામાંથી છૂટ્યા પછી એને પોતાની ઓફિસમાં મળવાનું કહ્યું. ચાર્લ્સ શ્વેબ કારખાનાનું કાર્ય પૂર્ણ કરીને ઍન્ડ્રુ કાર્નેગીની ઑફિસમાં ગયો. ઍન્ડ કાર્નેગીએ પોતાની સામેની ખુરશી પર બેસવા કહ્યું અને બોલ્યા, “તમારી કાર્યનિષ્ઠા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. મારે મારા કર્મચારીઓમાં તમારા જેવી કામની લગની જગાડવી છે, માટે અત્યારે હું તમારી એકસો કારીગરોના વડા તરીકે નિમણૂક કરું છું. આ એકસો કારીગરોને તમારે તમારી આગવી રીતે ઘડવાના છે અને તમારી માફક આ કારખાનામાં કામ કરતા કરવાના છે. આજથી તમારા પગારમાં વધારો કરું છું મનની મિરાત ૩૫ જન્મ : ૧ ઑક્ટોબર, ૧૮૮૪, ન્યૂયર્ક સિટી, ન્યૂયોં કે, અમેરિકા અવસાન : ૭ નવેમ્બર, ૧૯૧૨, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક, અમેરિકા ૩૪ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82