Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ અને એક મહિના બાદ આ નવી વ્યવસ્થાનું શું પરિણામ આવ્યું, તેની ચર્ચા કરીશું.” ચાર્લ્સ બૅબે બીજે જ દિવસે નવી કામગીરી સંભાળી લઈને ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માંડ્યું. એ કારીગરોને સ્નેહથી સમજણ આપવા લાગ્યો અને પ્રેમથી એમની ભૂલો પણ બતાવવા લાગ્યો. ધીરે ધીરે એણે કારખાનામાં કાર્યક્ષમતાનું નવીન વાતાવરણ સર્યું. એક મહિનામાં તો ચાર્લ્સ ક્ષેત્રે કારખાનાનું ઉત્પાદન ઘણું વધારી દીધું, આથી ઍન્ડ્રુ કાર્નેગીએ એને કહ્યું કે આમાંથી દસ કાબેલ કારીગરો એવા તૈયાર કરો કે જે આ વિશાળ કારખાનાના ૩૦૦ કારીગરોને કાર્યદક્ષ બનાવી શકે. ચાર્લ્સ શ્રેબે એક જ વર્ષમાં કારખાનાની સિકલ પલટી નાખી. એના ઉત્પાદનની ગુણવત્તા વધુ ને વધુ સુધરવા માંડી. એના લોખંડની માગ એટલી બધી વધી ગઈ કે ત્રણ-ત્રણ પાળી કામ કરવા છતાં કારખાનું બજારની મોટી માગને પહોંચી વળતું ન હતું. એક દિવસ એન્ડ કાર્નેગીને તારથી ખબર આપતાં ચાર્લ્સ બૅબે કહ્યું, “સર, ગઈ કાલે કારખાનામાં જે ઉત્પાદન થયું છે, એણે આજ સુધીના તમામ વિક્રમને વટાવી દીધા છે.” કાર્નેગીએ એને શાબાશી આપી અને પ્રશ્ન કર્યો. “પણ આજનું શું?” આનો અર્થ એ કે કાર્નેગીની દૃષ્ટિ સતત પ્રગતિ પર રહ્યા કરતી હતી. આ ધ્રુવવાક્યને નજર સમક્ષ રાખનારો કદીય પોતાની કામગીરીથી સંતોષ માનતો નહોતો, પરંતુ આવતી કાલે આનાથી વધુ સારું કામ કરવાની તમન્ના સતત એના હૃદયમાં ઉત્સાહની ભરતી લાવતી હતી. ચાર્લ્સ શ્વેબ પોતાના માલિકની ભાવના પારખી ગયો અને વળી પાછો કામગીરીમાં લાગી ગયો. મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ખ્યાતિ અકિંચનોની વિશ્વભરમાં પ્રસરેલી હતી. સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક એવા નોબેલ સમૃદ્ધિ પારિતોષિકના વિજેતા આઇન્સ્ટાઇનને મળવા માટે એક ફિલ્મ-નિર્માતા આવ્યા. આ નિર્માતાની ફિલ્મના એક દૃશ્યમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની વાત આવતી હતી, જેમાં બ્લેકબોર્ડ પર ચોંકથી દોરીને પોતાનો સિદ્ધાંત તેઓ સમજાવતા હતા. ફિલ્મનિર્માતાએ વિચાર્યું કે બીજા કોઈ અભિનેતાને આઇન્સ્ટાઇનનો અભિનય કરવાનું કહીએ, એને બદલે સ્વયં આઇન્સ્ટાઇન જ એ ભૂમિકા ભજવે તો કેવું સારું ! તેઓ આઇન્સ્ટાઇન પાસે આવ્યા. આ વિજ્ઞાનીના સ્વભાવને જાણનાર નિર્માતાએ ડરતાં ડરતાં પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને સાથોસાથ કહ્યું, “આ દસેક મિનિટના અભિનયને માટે આપને ખૂબ મોટી રકમનો ચેક મળશે.” આઇન્સ્ટાઇન મનોમન એ કળાયા અને વ્યંગ કરતા હોય તેમ બોલ્યા, “મિત્ર, મને પૈસાનું પ્રલોભન આપશો નહીં. હું વૈજ્ઞાનિક છું, અભિનેતા નથી. વિજ્ઞાન એ વિચાર અને પ્રયોગનું કામ છે, એ કોઈ નાટક કે તમાશો નથી. તમે વર્ણન કર્યું તે મનની મિરાત ૩૭ જન્મ અવસાન રૂપ બર, રૂપ, કર્મલાઇન, સ્કૉટલૅનું ૧૫ ઓગસ્ટ, ૧૯૧૯, બેનો, અમેરિક્ષા ૩૬ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82