Book Title: Kayotsargadhyana Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 8
________________ || શ્રી રાઘેશ્વર પાર્શ્વનાથાય નમઃ । | ‘ ધામા' મન શ્રીરાન્તિનાથાય નમઃ || એ ખાલ ધર્મની આરાધનામાં ધ્યાન ઘણા જ મહત્ત્વનો ભાગ ભજવે છે. શુભધ્યાન સર્વ સુખાનું, સદ્ગતિનું તથા માક્ષનું અમેઘ સાધન છે. માટે જ આપણા પૂર્વાચાર્યએ આપણી વિવિધ ધર્મક્રિયાઓની અદર ધ્યાનની સાધના જુદી જુદી રીતે ગોઠવી દીધી છે. પરંતુ આ વાતને આપણને ખ્યાલ ન હોવાથી, · ધ્યાન એ આ કાળમાં આપણા માટે દુષ્કર છે' એવા ખ્યાલ આપણા સંસ્કારોમાં લગભગ રૂઢ થઈ ગયા છે. આ દૃષ્ટિએ જોતાં, આ કાયોત્સગ ધ્યાન નામે જે પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે તે ઘણું મહત્ત્વનું છે. આપણી ધર્મક્રિયાઓમાં વારવાર આવતા ઇરિયાવહિયા તથા કાયોત્સર્ગમાં ધ્યાનના કેવા સુંદર સમાવેશ આપણા પૂર્વાચાર્યાએ કર્યાં છે એ વાત ઉપર આ પુસ્તિકા સુંદર પ્રકાશ પાડે છે. M આજે જગતમાં ચારે બાજુ, ધ્યાન સમજવા માટે ભૂખ જાગેલી છે. શુભધ્યાન દ્વારા શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, આ પરમ સત્ય છે. એટલે ધ્યાનના વિષયમાં આપણે ઊંડા ઊતરીએ તે આપણા માટે અત્યંત જરૂરી છે. સ્વ શેઠ અમૃતલાલ કાલીદાસ દાશી મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ જૈન સાહિત્યના ખૂબ જ ઉપાસક હતા. મંત્રશાસ્ત્રો અને યાગ તથા ધ્યાન વિષયના ગ્રંથા એ એમને ધણા જ પ્રિય વિષય હતા, એમનું વાંચન પણ ઘણું જ વિશાળ હતું. આ કાયાત્સગ ધ્યાન એ એમણે જાતે તૈયાર કરેલું પુસ્તક છે. એમાં એમણે શાસ્ત્રવાકયોના અનેક સાક્ષિપા આપ્યા છે, તે ઉપરાંત એમને પોતાને સ્ફુરેલી અનેક અનેક અનુપ્રેક્ષાઓવિચારણાએ પણ એમાં એમણે રજૂ કરેલી છે. વાચકે એનું યથાયાગ્ય પરિશીલન કરીને એમાંથી ચાગ્ય લાભ ઉઠાવે, ધ્યાનમાર્ગની આરાધના દ્વારા આપણી ધર્મક્રિયાઓમાં રહેલા રહસ્યને સમજવાના પ્રયત્ન કરે તથા તે દ્વારા સુંદર રીતે ધર્મક્રિયાઓની આરાધના કરે એ જ શુભેચ્છા. ધામા (વાયા–વિરમગામ) વિક્રમ સંવત્ ૨૦૩૯, વૈશાખ વિદે ૧૩. Jain Education International 2010_03 પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી– ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય 5 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112