________________
સંવર શ્રેણીનું ધનોપાર્જન નિમિત્તે પરદેશ–પ્રયાણ
: કથાર–કેશ :
પુણ્ય પ્રતાપને લીધે એ નગરીના તમામ શત્રુઓ હણાઈ ચૂક્યા છે, જેથી એ નગરી સર્વથા. ભય વગરની છે. તે નગરીમાં સંવર નામે શેઠ છે. એ શેઠે પૂર્વભવમાં અનેક પુણ્ય કરેલાં એથી તેની પાસે લક્ષમી વગેરેને સારે એવે વિભવ વિસ્તાર છે. એનાં મનમાં દયા, દાક્ષિણ્ય, ગાંભીર્ય વગેરે નિર્મળ ગુણ ભરેલા હોઈ તે પુણ્યની ખાણ જેવો છે. તેની સ્ત્રીનું નામ સ્વયંપ્રભા છે. તે બન્નેને આચાર આ લેક અને પરલેક બનેથી અવિરુદ્ધપણે ચાલી રહ્યો છે અને એ રીતે તેમના દિવસે ચાલ્યા જાય છે. વખત જતાં તેમને એક સુંદર નામને પુત્ર થાય છે. તેને કેટલીક ખાસ ખાસ કલાઓને ભણાવી પછી તેને પરણાવ્યું અને એ રીતે તે ઘરના કામકાજોમાં લાગી ગયો. “આ છેક જ ઘરનાં બધાં કામકાજ કરશે” એમ ધારીને સંવર શેઠે વિચાર કર્યો કે જે કે ઘરમાં પિતા, પિતામહ, પ્રપિતામહ વગેરે પૂર્વપુરુષની પરંપરાએ કમાયેલો ઘણે અર્થ ભરેલો છે તે પણ મારે પિતાને લાભ મારે જરૂર જોવો જોઈએ, મારા ભાગ્યની ખૂબ પરીક્ષા કરવી જોઈએ, મારા પિતાના શરીરનું સામર્થ્ય માટે તપાસવું જોઈએ અને દેશદેશાંતરમાં પ્રવાસ કરીને મારે મારા સામર્થ્યનુસાર દીન, દુઃખી, નિરાધાર વગેરે પ્રકારના મનુષ્યો ઉપર અનુકંપા પણ બતાવવી જોઈએ અર્થાત્ દીન દુઃખિયાઓને ધન વગેરે આપીને તેમનાં દુઃખ ફેડવાં જોઈએ. એટલે આ પુત્રને સવિશેષપણે તેણે પિતાના ઘરની ભલામણ કરી, પિતે ઘણું કરિયાણું લઈ પૂર્વ દેશ તરફ પ્રવાસે નીકળી ગયે. ધનસાર્થવાહની પેઠે આ સંવર શેઠે પણ નગરીમાં ઢેલ વગડાવી એવું જણાવ્યું કે-જે કોઈ પૂર્વદેશમાં આવશે તેની બધી સંભાળ કરવાનું સંવર શેઠ પોતાને માથે લેશે. આથી તેની સાથે જવાને મહીકાંઠાના લેકે, આજુબાજુના લેકે તથા માગણ લેકે વગેરે અનેક પ્રકારના લેકે તૈયાર થયા. સારું મૂહુર્ત આવતાં પ્રયાણ કર્યું.
પ્રવાસી લોકોને પ્રચુર ભંજન દેવામાં આવતું અને એમાં કશી કટક ન થતી, તેથી એ પ્રવાસીઓ રાજીરાજી થયા હોવાને લીધે એ શેઠના ગુણગાન કરતા. એ રીતે એ શેઠ નવાં નવાં પૂર, આકરો વગેરે સ્થાનેને જેતે ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિને પરસ્પર અવિરેધપણે કરતો કરતો સુરભિપુર નામના નગરે પહોંચ્યો. બરાબર તે વખતે જ ચોમાસાની મોસમ શરુ થઈ, કદંબે ખીલ્યાં અને ચારે બાજુ તેને પરિમલ ફેલાઈ ગયે. મેરેનાં ઝુંડના ઝુંડ નાચવા લાગ્યાં. પડતા પાણીની ધારાઓની હારે ને હારે જાણે કે મેઘરૂપ છીપલીમાંથી છૂટા થઈ ગયેલા અને દિશારૂપ સ્ત્રીને તૂટી ગયેલા હારની મેતીની શેરે ને શેરે ન હોય એવી દેખાવા લાગી. ઘનસંપદા એટલે મેઘ દેસુક્રાણુ-રાત્રીનું ઉત્થાન કરે છે. બીજે પક્ષે ઘનસંપદા એટલે ઘણી લક્ષ્મી દોસુક્રાણુ-દેનું ઉત્થાન કરે છે, દેને જગાડે છે. જાણે કે એમ જાણીને જ ચંદ્રના પ્રકાશની સાથે જ હંસકુલ-હંસનાં ટેળાં એકદમ ચાલ્યાં ગયાં. બીજે પક્ષે હંસ-પરમહંસ અથવા ડાહ્યા માણસનાં ટોળાં લકમીએ કરેલું સ્થાન જોઈને લક્ષ્મીને તજીને ચાલ્યાં ગયાં.
"Aho Shrutgyanam