Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 189
________________ મુનિવરે ફદુસરામને કહેલ આત્મકથા ': કથાનકોશ : મહામુશીબતે રાત્રિ પસાર કરીને પ્રાતઃકાળ થતાં જ તે મુનિવરની પાસે ગયો અને તેમને વંદન કરી પાસે બેઠે. મુનિના શરીરને અત્યંત દુબળું જોઈને તેણે વિચાર્યું કે–મુનિ કોઈ પણ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરતા લાગે છે. વળી દાવાનલને લીધે દગ્ધ થઈ ગએલા વૃક્ષના ઠુંઠા જેવી મુનિવરની કાંતિ જોઈને તેણે વિચાર્યું કે આ મુનિવર ઉગ્ર આતાપના પણ લેતા લાગે છે. તેણે મુનિવરને કહ્યું કે– હે ભગવંત! વર્ણવી ન શકાય એવા કષ્ટમય અનુકાનવાળા આ આશ્રમને સ્વીકારી તમે જે મહાદુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે તેનું શું કારણ? મુનિવરે કહ્યું: તને તે હકીક્ત સાંભળવાની ઉત્સુકતા છે તે સાંભળ - હું તગરાનગરીના પુરદત્ત શ્રેષ્ઠીને પુત્ર છું. મારા જન્મ પછી મારા શરીરની સાથેસાથ દુઃખ આપનારાં મારાં પાપો પણ વધવા લાગ્યાં. હું યુવાન થયો એટલે કુલીન બાળા સાથે મને પરણાવવામાં આવ્યું. પછી હું ધન કમાવાની અને વ્યવહારની બીજી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. મારા પાપના મે મારા પિતા મૃત્યુ પામ્યા અને તેમની પછવાડે મારી સંપત્તિ પણું નાશ પામી. ધન કમાવા માટે જે જે સેવકોને મેં પહેલાં દેશાંતરમાં મોકલ્યા હતા તે બધા ત્યાંની સઘળી કમાણી પચાવીને ત્યાં જ રહી ગયા. વળી જમીનમાં, સુરક્ષિત સ્થાનોમાં જે ધનભંડાર અને ધાન્યના કોઠારે દાટેલા હતા તે બધા તીવ અને જેને બધા કલ્યાણકર માને છે તેવા ક્ષેમરૂપ અગ્નિએ આંખના પલકારામાં બાળી નાખ્યા. વહાણ દ્વારા જે ધન મેં દરિયાકાંઠે કહ્યું હતું તે વહાણે ભાંગી જવાથી નાશ પામ્યું. વળી મારું ઘર, ઘરની સંપત્તિ, રાચરચીલું અને મારાં ગોકુલે વગેરે ચાર લેકે લૂંટી ગયા. આટલું બનવા છતાં અધૂરું હોય તેમ એક વખત હું જમવા બેઠા હતા તે સમયે મારી નજર સામે જ બધાં વાસણે તડતડ તૂટી-ફૂટી ગયાં. આ બધું જોઈને મને વિશેષ ખેદ થયે અને જમ્યા વિના જ ઊભે થઈને “આ શું થઈ ગયું ?” એમ વ્યાકુળપણે વિચારતે નગરની બહાર ચાલ્યો ગયે, તે સ્થળે અતિશય જ્ઞાનવાળા મુનિવરને જોઈને, તેમને વંદન કરીને, હું વિનયપૂર્વક તેમને પૂછવા લાગ્યું કે હે ભગવંત! મેં દુર્ભાગીએ પૂર્વ ભવમાં એવાં શું દુષ્કર્મો કરેલાં છે જેનું આવું ભયંકર પરિણામ આવ્યું? હમણું હું દુઃખી અવસ્થામાં આવી પડ્યો છું અને પૂર્વની કમાણીનું સર્વ ધન પણ અનેક પ્રકારે નાશ પામ્યું છે. મુનિવરે મને કહ્યું કે– હે વત્સ! તેં પૂર્વ ભવમાં ચેરીનું પાપ કરેલ છે તેનું જ આ બધું પરિણામ છે ? તું પહેલાં કસબી નગરીમાં કઈ એક વણિકને સખ નામનો પુત્ર હતા. તે ભવમાં તે પ્રાણીએના વધના ત્યાગની તેમજ જૂઠું ન બેલવાની એમ બે પ્રતિજ્ઞા લીધી હતી. પછી તને ચોરીના ત્યાગની પણ પ્રતિજ્ઞા લેવાનો વિચાર થયે, તે વખતે તેને ગુરુએ જણાવ્યું કે–મહાનુભાવ, અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા તેમજ તેની મર્યાદાઓ બરાબર સમજીને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230