Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 188
________________ : કારત્ન-કાસ : - ફર્સરામની બેદરકારીથી હારની થયેલ ચોરી અને દેશાટન હે પુત્ર! આ આભરણને જલ્દી યથાસ્થાને મૂકી દે. આટલું કહીને મંત્રી તત્કાળ રાજકચેરીમાં ગયે. ફક્સસરામનું ચિત્ત ન્યાયશાસ્ત્રના વિચારમાં રોકાયેલું હતું અને એકાગ્રતાથી તેને જ વિચાર કરતા હતા, છતાં તેને અર્થ સમજવામાં આવતું ન હતું તેથી તે વિશે તે વિશેષ વિચારણામાં મગ્ન થઈ ગયે. આ પ્રમાણે ફેસરામના બેધ્યાનપણાને લાભ લઈને “હવે કંઈ પણ વિદ્ધ નથી” એમ સમજીને તેના કાલિયસુત નામના સેવકે તે હાર ઉપાડી લીધો અને જલ્દી નાશી ગયે. જ્યારે ફરુસરામને પોતાનો ધારેલે અર્થ બરાબર સમજાયું ત્યારે તેનું મન પિલા હાર ભણી દેરાયું પણ તે હારને ત્યાં ન જેવાથી તે ચારે તરફ તેની શોધ કરવા લાગ્યા. સાંજે જ્યારે મંત્રી પિતાના આવાસે આવ્યો ત્યારે “હાર મળતો નથી” એ હકીક્ત જાણું તેને અત્યંત દિલગીરી થઈ. તેને રેષ ઉત્પન્ન થયે અને કસરામને કઠેર વાણીથી કહ્યું કે–રે દુરાચારી! મને લાગે છે કે–અમારા કુળને નાશ કરવા માટે તું પુત્રરૂપે યમ થઈને અમારા પેટે અવતર્યો છે. તને મેં અનેક વાર કહ્યું કે તું આ શાસ્ત્રની લપ મૂકી દે, તે કેઈક વાર પણ આપણું વૈરી થશે; છતાં તું તારી પ્રવૃત્તિથી અટક્તો નથી. જે દુષ્ટ, મારે હવે રાજાને શી રીતે મોઢું બતાવવું? ખરેખર આ તે ઓચીંતી આફત આવી પડી, આ પ્રમાણે શેકાકુલ વચને બેલતાં મંત્રીને બીજા પ્રધાન પુરુષેએ કહ્યું: હે મંત્રીવર! તમે શા માટે ગાંભીર્યને ત્યજી દઈને આ પ્રમાણે કાયર બને છે? નીતિશાસામાં કહ્યું છે કે-જે મનુષ્ય બુદ્ધિમાન છે તે નીચેની હકીક્તની જાહેરાત ન કરે—ધનને નાશ થઈ ગયે હાય, ચિત્તમાં ભારે સંતાપ વ્યાપે હય, ઘરમાં પિતાના વજનનું દુરાચરણ હોય, કે પણ સ્થળે પોતે ઠગાણ હોય, તેમજ અપમાન થયું હોય. રાજાને રત્નજડિત હાર ખોવાઈ જવાથી લેકે સાંભળે તે પ્રમાણે કેલાહલ કરવાથી શું થવાનું છે? આ પ્રમાણે આકુળવ્યાકુળ થવાથી તે પોતાનું જ ગૌરવ ઘટે છે. તે લેકની શિખામણું માનીને અમાત્ય ચૂપ થઈ ગયે; કસરામ પણ પિતાની ભૂલને - માટે ઘણે સંતાપ પામ્ય અને વિચારવા લાગ્યું કે હું ઘરમાં રહેવાથી માતા-પિતાને સંતાપનું નિમિત્ત થાઉં છું તેથી હવે અહીં રહેવાનું શું પ્રયોજન છે? એમ વિચારીને મધ્યરાત્રિએ છાને માને ઘરમાંથી બહાર નીકળી ગયું અને ઉત્તરાપથ તરફ ચાલવા લાગ્યું. એકધારો પ્રવાસ કરતાં તે ઉત્તરાપથના તિલક સમાન ઈદ્રપ્રસ્થ નામના નગરે પહોંચ્યું. ત્યાં જઈને તે બહાર બગીચામાં રહ્યો. ત્યાં રાત્રે પોતે જ્યાં સૂતે હતા ત્યાંથી તદ્દન નજીકમાં જ રહેલા ધર્મશ મુનિવરને વિષ્ણુ અને વાંસળીના વર કરતાં ચઢિયાતે મધુર સ્વાધ્યાય વનિ સાંભળે. તે સ્વાધ્યાય-વનિને સ્થિર ચિત્તે સાંભળતા અને તેને અર્થ વિચારતાં ફરુસરામના મનમાં વૈરાગ્ય ઉપજે અને તે મુનિવરની પાસે જવા તલપાપડ થઈ રહ્યો. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230