Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 203
________________ ૧૮૯ જયમાલિ કુમારે જોયેલ વિદ્યાધરોનું પરસ્પર યુદ્ધ ? ક્યારત્ન-કેશઃ સ્વામીની દુષ્ટ ચેષ્ટા જેઈને, તેને સહન ન કરવાથી મારી પત્ની તરીકે મારી સાથે આવેલી છે. મુનિવરે કહ્યું હે ભદ્ર! હે મહાકીર્તિવાળા! તમારા જેવા મહાનુભાવ માટે આવી પ્રવૃત્તિ ચોગ્ય ન ગણાય. બીજાની સ્ત્રીને સ્વીકારવાથી વૈરની પરંપરા ઊભી થાય છે, પિતાના પવિત્ર કુળને કલંક લાગે છે, આવી પ્રવૃત્તિ અપકીર્તિ ફેલાવવા માટે હેલ વગડાવવા જેવી છે. નીતિમાર્ગનું અનુસરણ કરવા માટે પાણું મૂકવા સમાન છે અને આવી અનુચિત પ્રવૃત્તિ કરનારા રાવણું વિગેરે રાજવીઓ કમાતે મૃત્યુ પામેલા છે. આ પ્રમાણે શિખામણનાં વચને મુનિરાજ તેને કહી રહ્યા હતા તેટલામાં તે “મારે મારો” એમ બેલતાં કેટલાક વિદ્યાધરે હાથમાં ખેંચેલી તીક્ષણ તરવાર તાકતા, આખા શરીર પર અશ્વર પહેરેલા અને દૂરથી જ તેની તરફ પોતાના ધનુષ્યમાંથી તીક્ષણ બાણે ફેંકતા તથા ખુર, ભરી, ધાવલક, ભાલાં અને નારાચ વગેરે બીજા શસ્ત્રોને ફેંકતાં ફેંકતાં આવી પહોંચ્યા અને રેષપૂર્વક બોલવા લાગ્યા કેઃ હે દુરાચારી ! પરસ્ત્રીના ભેગને લીધે કુલમર્યાદાના ભંજક ! હવે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. હવે તે તું વજના પાંજરામાં પેસે તે પણ જીવતા રહેવાને નથી. આ પ્રમાણે સાંભળીને “રે! આ રીતે મર્યાદા વગરનું જેમ આવે તેમ બેફામપણે કેણુ બેલી રહ્યું છે?” એમ બેલતાં અનંગકેતુએ પિતાની પાછળ જોયું તે પિતાની પાછળ વિદ્યાધરે આવ્યા છે તેમ તેના જેવામાં આવ્યું. તેણે તે વિદ્યાધરેને ઓળખીને કહ્યું કે-હે માતંગીના પતિ! તું તે તારા ભાગ્યને જ લીધે મરી રહ્યો છે તેથી તેને માર ઉચિત ન કહેવાય, ફક્ત તું આ રીતે જેમ આવે તેમ શરમરહિત બેફામપણે બેલી રહ્યો છે, માટે હમણાં ને હમણાં જ તારે નિગ્રહ કરવો જોઈએ. આ પ્રમાણે બેલીને તે યુવતીને મુનિવરની પાસે મૂકીને, કાપે ભરાયેલા યમરાજની જીભ જેવી ભયાનક તરવાર ખેંચીને પોતાના સુભટે સાથે તે, પેલા વિદ્યાધરની સામે દેડ્યો અને પરસ્પર ભારે યુદ્ધ જામ્યું. તે યુદ્ધમાં બંને બાજુથી નિર્દયપણે ચક્રો ફેંકાવા લાગ્યા, જેના પરિણામે સુભટેના મસ્તકે કપાઈ જવાથી તેમાંથી નીકળતાં રુધિરવડે યુદ્ધનું મેદાન વ્યાપ્ત બની ગયું. વળી કુંતાની અણીના ઘા લાગવાથી સામ-સામા પક્ષના સુભટે ઘમરી ખાઈને પડી ગયા અને રાષપૂર્વક તરફડિયા મારવા લાગ્યા. તીક્ષણ ધારવાળી તરવારે બખ્તરો સાથે અથડાવાથી તરવાર અને બખ્તર વચ્ચે ઘર્ષણ થવાથી તે યુદ્ધભૂમિ પર બળતી આગના તણખાં ઝરી રહ્યા હોય તેવો દેખાવ નજરે પડવા લાગે. દાંત ભીંસીને તેમજ હેઠને ડસીને વંઠ લેકેએ ફેંકેલા શથી કેટલાક દ્વાએ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. બંને બાજુથી એક સાથે નારાની પંક્તિએ છૂટતાં જાણે દિશાઓના વિશાળ માર્ગો પણ સુશોભિત બની ગયા અર્થાત્ આકાશમાં પ્રલયકાળના સમયે એક સાથે અનેક કેતુઓ ઊગ્યા હોય "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230