Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 221
________________ મિત્રદેવે ધરણને જણાવેલ તેના પૂર્વભવ સંબંધી હકીકત : કથાનકેશ: પછી દ્રવ્યપ્રાપ્તિ માટે ખેતી, વેપાર વિગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે બંને એકચિત્ત થયા અને કંઈક દ્રવ્ય પણ પ્રાપ્ત કર્યું પરંતુ એટલા ધનથી આપણને તૃપ્તિ ન થઈ એટલે વિશેષ ધન કમાવા માટે સમુદ્રને કાંઠે જવા તથા રાજાની ચાકરી કરવા માટે તૈયાર થયા. તેમ કરવાથી પણ આપણું ધાર્યું કાર્ય સિદ્ધ ન થઈ શકયું તેથી વજની ખાણે દાવવા લાગ્યા તેમજ તેવી બીજી પણ ખેદવા-બોદાવવાની પ્રવૃત્તિમાં વિશેષ પ્રકારે પડ્યા અને તેમ કરવાથી ઉલટું જે ધન કમાયા હતા તે પણ બેઈ નાખ્યું. ધનને નાશ થવાથી આપણા મનમાં ઘણી જ પીડા ઉત્પન્ન થઈ તેમ જ શરીર પણ અસ્વસ્થ બની ગયું. આપણે બધે ઉત્સાહ નાશ પામે. હવે શું કરીએ ? કેની પાસે જઈને પિકાર પાડીએ? એ પ્રમાણે વિચાર કરતાં આપણને કોઈ પણ સ્થળે ચેન ન પડયું એટલે મનમાં વૈરાગ્ય ઉદ્ભવ્ય અને હિમાલય પર્વત પરથી દેહને પડતું મૂકીને મૃત્યુ પામવા માટે આપણે પ્રસ્થાન કર્યું તેવામાં માર્ગમાં આપણને સંભૂય નામના ઉત્તમ મુનિરાજ મળ્યા. એ મુનિરાજે જગતમાં જે કંઈ જોવાનું તેમ જ જાણવાનું હતું તે બધું વિસ્તૃત રીતે જોઈ તેમ જ જાણી લીધું હતું. “એ મુનિરાજ જ્ઞાની છે.” એમ સમજીને આપણે બંનેએ વંદના કરી. પછી આપણી બધી હકીકત કહીને પૃછા કરી કે હે ભગવંત! અમારે દુષ્ટ વિધિ વિપરીત થયું છે એટલે હવે અમારે એ માટે શું કરવું? મુનિવરે જણાવ્યું કે હે દેવાનુપ્રિયે, તમે સર્વપ્રથમ લેભને ત્યાગ કરે તે લેભ જ સર્વ અનર્થોનું મૂળ છે. તે લેભને કારણે જ માનવી કયા કયા દુષ્ટાચાર નથી કરતે? કયું અકાર્ય તે નથી કરતો? તેમ જ કયાં કયાં નથી જતે ? એટલે કે લેભ એ જ સર્વ પ્રકારનાં અનર્થોનું મૂળ છે. ત્યારે આપણે તે મુનિવરને પૂછયું કે-હે ભગવંત! એ લેક્સે તાબે કરવા માટે શો ઉપાય કરે જોઈએ ? તે શ્રેષ્ઠ મુનિવરે આપણને કહ્યું કે-મહાનુભાવે, પોતાની વિવિધ ઈચ્છા-આકાંક્ષાઓ ઉપર અંકુશ મૂકીને સંતોષ કેળવે એ જ લોભને વશ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે. જેટલી કમાણને સંભવ હોય અને જેટલી કમાણીથી પિતાના કુટુંબને પણ નિભાવ થઈ શકતું હોય તેટલી જ કમાણી કરતાં વધારે કમાવાની ઈછાને દૂર રાખી તેટલું જ કમાવાને નિયમ કરે એ લેભને વશ કરવાને સરલ ઉપાય છે. આપણે મુનિરાજને ફરી પૂછ્યું કે ગૃહને અથવા ગૃહકાર્યમાં તત્પર રહેનારાઓને એ ઈરછા કયા કયા વિષયમાં અને કેવી રીતે થાય છે અને ગૃહસ્થોએ એ ઇરછાને કેવી રીતે જવી જોઈએ ? તે શ્રેષ્ઠ મુનિરાજે આપણને જણાવ્યું કે ગૃહસ્થાને જીવને વધ કરવાની, બેટું બોલવાની, બીજાની સંપત્તિ લઈ લેવાની, બીજાની સ્ત્રી કે પુરુષને સંબંધ કરવાની-એવી વિવિધ ઈરછાઓ થાય છે, માટે તેને ત્યાગ કરે તેમ જ સર્વ પ્રકારના પરિગ્રહને લગતી મર્યાદા કરી લેવા બાબત શિખામણ પણ આપી. પરિગ્રહમાં નવ પ્રકારના પદાર્થો આવે છે - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાતુ, રૂપું, સોનું, ચાર પગવાળા પ્રાણીઓ, બે પગવાળા "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230