Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૧ ધરણે કરેલ શ્રાવક ધર્મનો સ્વીકાર અને સ્વનગરે આગમન : કથારનું-કેશ : -- -- - -- - આપણી “ધરણ”ની ચાલુ કથાના અનુસંધાનમાં ગ્રંથકાર પ્રસ્તુત હકીકતને જણાવતાં કહે છે કે-પછી પેલા દેવે ધરણને તેના પૂર્વભવની હકીકત જણાવતાં કહ્યું કે પછી આપણે બંનેએ ગુરુ મહારાજના સર્વ વચનને “તહત્તિ” કહીને માથે ચડાવ્યાં. બધી સમજણ મેળવી, કુવિકલ્પ ત્યજી દીધા. વિરતધર્મને સ્વીકાર કરવામાં ઉદ્યમવંત થયા. સારી રીતે વિરતિધર્મનું આચરણ કરવાથી આપણે ડુંક ધન કમાઈ શક્યા પરંતુ દિવસે જતાં તું પાછો લેભને વશ થયે. પછી તે છે ધરણ! પાછા વળી તે અનેક પ્રકારનાં મહાઆરંભે શરૂ કરી દીધાં અને ધન, ધાન્ય વગેરેની વૃદ્ધિ કરતાં કરતાં તે પેલા અતિચારે પણ યાદ ન કર્યો. તારા વ્રતમાં અતિચારે લાગવા માંડ્યા છતાં તે તેને ખ્યાલ ન કર્યો તેમજ તે તરફ પાછું વાળીને જોયું પણ નહીં. નિરતિચારપણે વ્રતનું પાલન કરીને, મૃત્યુ પામીને હું પ્રથમ દેવલોકમાં દિવ્યરૂપ અને દિવ્ય સમૃદ્ધિવાળો દેવ થયે છું. તે સ્વીકારેલાં શ્રાવકનાં વતની વિરાધના કરવાથી મરણ-સમયે તને અસમાધિભાવ ઉત્પન્ન થયે લેજના વશને કારણે મહાઆરને લીધે મૃત્યુસમયે તને આર્તધ્યાન થવા લાગ્યું અને મૃત્યુ પામી તું તિર્યંચ થયું. ત્યારબાદ તું ધરણરૂપે ક્ષત્રિય થયેલ છે. પૂર્વભવમાં વિરતિધર્મની વિરાધના કરી હોવાથી તેને અંતરાયને દેષ લાગે છે, એ દોષને કારણે તું ધન કમાવા માટે ક્ષણે ક્ષણે ભારે ખેદ પામે છે, છતાં તને ધન-પ્રાપ્તિ થઈ શકી નથી. વિરતિની વિરાધના કરવાથી કટુ ફળ પ્રાપ્ત થાય છે તે યાદ કરીને, હે ભદ્ર! હવે તને ઠીક લાગે તેવી પ્રવૃત્તિ કર. મારે તારી સાથે પૂર્વભવને રહે છે એટલે તને મહાદુઃખથી સંતાપ પામેલે જોઈને આટલી વાત કહેવા માટે હું તારી પાસે આવ્યો છું. દેવને આ બધે વૃત્તાંત સાંભળીને ધરણને તેને પૂર્વભવેનું સ્મરણ થઈ આવ્યું અને વિરાધનાનાં કડવાં ફળના ભયને લીધે ઉદ્વેગ પામેલે તે, આગળ કહ્યા પ્રમાણે ફરીથી શ્રાવક ધર્મને–દેશવિરતિને સ્વીકાર કરે છે. “બધું ય સિદ્ધ થઈ ગયું છે, બધું ય પ્રાપ્ત કરી લીધું છે, હવે આ તૃષ્ણનું શું કામ છે?' એ પ્રમાણે વિચારી ધરણ સંતોષવૃત્તિમાં પ્રદ પાસે એટલે તે દેવ અદશ્ય થઈ ગયે. પૂર્વભવેની સ્મૃતિ થવાથી ધરણ શ્રીજિનધર્મને વિષે વિશેષ અનુરાગવાળ થશે અને તે સ્થળેથી ધીરે ધીરે ચાલતા તે અરિષ્ટપૂરમાં પહોંચે. પિતાના નગરમાં આવ્યા પછી લાંબા સમય સુધી તેણે સુકૃત્ય કર્યા તેથી રાજાએ પણ તેનું સન્માન કર્યું. પિતાએ પૂર્વવત તેના તરફ પ્રતિભાવ રાખે, સ્વજનવર્ગે તેને અભિનંદન આપ્યા અને સાધર્મિક લેકેએ તેની પ્રશંસા કરી. એ પ્રમાણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વગેરે સાધવા માટે પ્રયત્નશીલ રહેતો ધરણુ પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે. વિશિષ્ટ પ્રકારનાં ધમનુષ્ઠાન કરવાની નિષ્ઠાવાળા ધરણને એકદા તેના પિતાએ પૂછયું કે “હે પુત્ર, તને આવા વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થઈ? એટલે ધરણે પિતાને દેવ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230