Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 226
________________ * કથારનાથ : ધરણે કરેલ બતભંગ અને થયેલ દુર્દશા દર્શન વગેરેને બધે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેને પિતા રાજી થયા અને કહેવા લાગે કેહે પુત્ર! સમુદ્રને સામે કિનારે જઈને તું એવા પ્રકારની કમાણી કરી લાવેલ છે કે જે આજ સુધી કેઈથી પણ કમાઈ શકાય તેવી નથી. વળી હે પુત્ર, બધાં દુઓના ઉપશમન માટે આના જેવું બીજું કંઈ સમર્થ અને સુંદર સાધન પણ નથી માટે તું જે ધર્મધન કમાઈ લાવેલ છે તેમાં જ નિત્ય ઉદ્યમવાળે થા. ‘હું એ પ્રમાણે જ કરીશ” એમ કહીને ધરણે પિતાના વાકયને સ્વીકાર્યું. એમાઈગ્નને પણ પિતાના પુત્ર તરફ વિશેષપણે પક્ષપાત થયે તેથી ઘરની બધી સંપત્તિ તેને સેંપીને તેમણે દીક્ષા લીધી અને પુંડરીક પર્વત પર તેણે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. જેમ જેમ લાભ થાય તેમ તેમ લેભ વધતું જાય” એ ન્યાયે ધરણની આકાંક્ષાઓ વધવા લાગી, તેથી તે, પૂર્વભવમાં વિરતિની વિરાધના કરવાથી તેને જે જે અનર્થો જોગવવા પડ્યા હતા તે બધા જ તે ભૂલી ગયા અને પિતે લીધેલ પરિગ્રહની મર્યાદાઓમાં તેણે અતિચારે લગાડવા શરૂ કર્યા. તેને વિશાળ ક્ષેત્ર ન રાખવાની મર્યાદા હતી છતાં પિતાની વિરતિને સાચવવાને હિસાબે તેણે પિતાના પિતાના અને પિતાના ખેતરની વચ્ચે જે વાડ હતી તે બધી વાડે તેડી નાખીને તેનું એક વિશાળ ખેતર કર્યું. આ પ્રમાણે તેણે વ્રતમાં પ્રથમ જન અતિચાર લગાડે. તેને એવો નિયમ હતો કે-એક સે સેનૈયા કરતાં વિશેષ ધન ન રાખવું તેમ છતાં તેના પિતા પ્રત્યેના સ્નેહને કારણે રાજાએ ધરણને સે સેનિયાનું એક સાંકળું ભેટ આપ્યું તે તેણે લઈ લીધું અને “આ સાંકળું મારી વિધવા બહેનને આપી દઈશ, પણ હું નહીં રાખું” આ પ્રમાણે તેણે પ્રદાન નામને બીજો અતિચાર પણ લગાડ. પિતાનું તથા પિતાનું ઘર ભેગું થઈ જવાથી તેની મર્યાદા કરતાં ધાન્ય તથા ધન વિગેરે વધી ગયું એટલે તે વધેલું ધન તેમજ ધાન્ય તેણે બીજાના ઘરમાં રખાવ્યું અને “જે મારા ઘરમાં છે તે જ મારું છે” એમ કલ્પના કરીને તેણે બંધન નામને ત્રીજો અતિચાર પણ લગાડે. ચાર પગવાળાં તેમજ બે પગવાળાં પ્રાણીઓ વધી જશે અને મારી એ વિશેની મર્યાદા તૂટી જશે એવી વ્રતભંગની આશંકાને લીધે તેણે પિતાને નિયમની અવધિને સમય આવતાં જ ગર્ભના સંભવ માટે ગાય વગેરેને સાંઢ વગેરે દેખાડયા અને એ રીતે તેણે કરણ નામને ચે અતિચાર લગાડ. વાટકા અને કડછી વગેરેની અમુક સંખ્યામાં મર્યાદા નક્કી કરીને તેણે તે બાબત પરિગ્રહ પરિમાણુનું વ્રત લીધેલું પરન્તુ પાછળથી એ મર્યાદા તૂટી જાય તેટલાં વાટકા અને કડછી વિગેરે થઈ જતાં તે બધાને ભંગાવીને પિતાની મર્યાદા સચવાય એ રીતે તેના મોટા-મેટા અને પહોળા-પહોળા વાટકા તથા કડછી કરાવ્યા અને પોતાની સંખ્યા સાચવવાને સંતોષ માનતાં તેણે પર્યાયાંતર કરણ નામને પાંચમે અતિચાર લગાડયે. લેભને લીધે તેના પરિણામે વિશેષ સંકિલષ્ટ થયા અને ફરી વાર પણ તે તે જ ભવમાં નિર્ધન બની ગયે. વિવિધ રોગ અને પીડાઓ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230