Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 220
________________ : Wારત-કેશઃ ક્ષેત્રપાળને કોપ : ધરણના દેવ—મિત્રનું આગમન ૨૦૬ દેવગે ધરણને પાટિયાને કટકે મળી ગયું અને મહામુશીબતે તે દરિયે તરીને તેને કાંઠે આવ્યું. દરિયાના કિનારે આવતાં આવતાં તે તેના પ્રાણ કંઠે આવી ગયા. જેમ તેમ કરીને દરિયાકિનારે તેમજ આસપાસનાં પહાડની ટેકરીઓમાં ફરતાં ફરતાં જે જે કંદમૂળ વિગેરે મળતું તે દ્વારા તે જીવન ટકાવી રાખવા લાગે. શક્તિહીન બનેલો તે એક દિવસ વિસામો ખાવા માટે એક ઝાડની નીચે બેઠા હતા તેવામાં એક ધાતુવાદીકિમિયાગર તેના જેવામાં આવ્યું. તે સ્થળે આસપાસ ફરીને ઘેટાની શીંગડીઓ વડે જાતજાતની ઔષધીઓ બેદી બેહીને તે ધાતુવાદી ભેગી કરતે હતે. ધરણ તેની પાસે ગયે. પરસ્પર વાતચીત થતાં એકબીજાને નેહભાવ પ્રગટ્યો. કિમિયાગરે ધરણને કહ્યું કે-જે તું મને સહાય કરે તે આપણે સુવર્ણ પેદા કરીએ અને દારિદ્રયને દેશવટે આપી શકાય. ધરણે કિમિયાગરને કહ્યું કે-તું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે હું કરીશ. બાદ ધાતુ પાષાણે એકઠા કર્યા. એક મટી ખરલમાં ઔષધીના રસમાં કાલેવેલે પારે તૈયાર કર્યો. જ્યારે પેલા ધાતુપાષાણેને અગ્નિમાં બરાબર ધમવામાં આવ્યા ત્યારે તેના પર પારે નાખવામાં આવ્યું, જેથી તેમાંથી ઉત્તમ સુવર્ણ બની ગયું. સુવર્ણપ્રાપ્તિથી તે બંને ખુશ ખુશ થઈ ગયા પરંતુ આટલા સુવર્ણથી તેમને સન્તોષ થશે નહીં. લેભને વશ થયાથી તેઓ વારંવાર સુવર્ણ બનાવવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમને વારંવાર સુવર્ણ બનાવતા જોઈને ત્યાંના ક્ષેત્રપાળને ક્રોધ ચડ્યો. કેપને લીધે તેને નેત્ર વિકરાળ બની ગયા. ભવાં ચડી ગયા, મુખ ભયાનક બની ગયું. તે ક્ષેત્રપાળ તેઓની સન્મુખ આવીને કહેવા લાગે કે-જે ક્ષુદ્ર પ્રાણીઓ! તમે જ્યારે પહેલી વાર સુવર્ણ બનાવ્યું ત્યારે તમારા પર દયા લાવીને તે મેં સહન કર્યું પરંતુ તમે તે વારંવાર સુવર્ણ બનાવવા લાગ્યા છે તે શું હું તમારી પાસે તે સુવર્ણ રહેવા દઈશ ? તમે તમારી પુણ્ય પ્રકૃતિને વિચાર કરતા નથી અને વારંવાર સુવર્ણ બનાવી રહ્યા છે ! આ પ્રમાણે રાષપૂર્વક બેલીને તેણે બધું સુવર્ણ ઉડાડી મૂકયું અને તે બંનેને પણું એવી રીતે ઉપાડીને ફેંકયા તેઓ બંને દૂર દૂર જુદા ખેતરોમાં પડ્યા. પિતાની જાતને દુર ફેંકાયેલી જોઈને ધરણ વિચારવા લાગ્યો કે-અહો! પુણ્ય વગરના પ્રાણુઓને કાર્યસિદ્ધિ કયાંથી થાય? પુરુષાર્થ પણ એવા અભાગીયાઓને કેવળ કલેશ સિવાય કંઈ પણ ફળ આપી શકાતો નથી. હવે મારે શું કરવું અને કયાં જવું? આ પ્રમાણે વિચારતાં તેને ઘણે શેક થયે. એ શેકને લીધે આકુળવ્યાકુળ થયેલા તેની પાસે તેને પૂર્વને કઈ મિત્ર આવ્યું અને કહ્યું કે હે ભાઈ, પૂર્વભવમાં મિથિલા નગરીમાં આપણે બંને એક વણિકના પુત્રરૂપે જન્મ્યા હતા તે શું તને યાદ નથી આવતું? આપણા બંને વચ્ચે ગાઢ સનેહ હતે, આપણા બંનેના કાર્યો પણ એક સરખાં જ હતા. એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર આપણે બંને કાળક્રમે મોટા થયા. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230