Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 209
________________ ૧૯૫ પુણ્યના બે પ્રકારઃ સુરપ્રિયની સંયમ સ્વીકારવાની ઈચ્છા : કથાન-કેશ: આ પ્રમાણે સાંભળીને રાજપુત્ર જયમાલિને પિતાની જાતને છેડે અહંકાર આવી ગયે અને એ અહંભાવ વિશેષ કાર્યો કરતી વેળાએ પણ ન ખપે. એ અહંભાવ વૃત્તિમાં વર્તતે તે રાજપુત્ર પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતે કરતે મૃત્યુ પામ્ય અને સૌધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી રવીને, હે યજ્ઞપ્રિય, આ તારે સુરપ્રિય નામને પુત્ર થયેલ છે. પૂર્વ ભવમાં જ્ઞાતિનું અભિમાન કરવાને અંગે એ બ્રાહ્મણના કુળમાં જન્મે છે. તેનામાં જે વધારે સુભગતા છે તેનું કારણ તેણે પૂર્વભવમાં ગ્લાન-માંદા વગેરેની સેવા કરેલ તે છે. પૂર્વભવમાં શક્તિ વિધિ યુક્ત ચોથું અણુવ્રત પાળેલ છે અને પિતાનું ચારિત્ર નિષ્કલંક રાખેલ છે તેથી તેણે પુણ્યાનુબંધી પુણ્યને સંચય કરે છે તેથી જ તેનું મન કંઈ પણ અકૃત્ય કરવા માટે દેરાતું નથી. યજ્ઞપ્રિયે પ્રશ્ન કર્યો. હે ભગવંત, આપે હમણાં પુણ્યાનુબંધી પુણ્યની વાત કરી તે શું બીજા પ્રકારનાં પુણ્ય થાય છે ખરા? મુનિવરે કહ્યું હે દેવાનુપ્રિય, પુણ્યના બે પ્રકાર છે. એક પુણ્ય પુણ્યાનુબંધી હોય છે એટલે છેવટે જેનું પરિણામ પુણ્યરૂપ હોય છે અને બીજું પાપાનુબંધી પુણ્ય હોય છે, જેનું પરિણામ છેવટે પાપરૂપ નીવડે છે. મહારાજા ભરત ચક્રવતીનું પુણ્ય પુણ્યાનુબંધી હતું અને તેવા પુણ્યને લીધે તેમને વિશાળ રાજ્યલક્ષ્મીને વૈભવ મળ્યું, તે દ્વારા ભેગોગનાં સુખે પણ પ્રાપ્ત થયાં અને તેને જ પરિણામે તેમને વારંવાર પુણ્યક્રિયાને અનુબંધ પણ થયે જેથી ગૃહસ્થ દશામાં પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને છેવટે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. મહારાજા બ્રહ્મદત્ત ચકવતીનું પુણ્ય પાપાનુબંધી હતું. પાપાનુબંધી પુણ્ય શરૂઆતમાં અભ્યદયના કારણ ભૂત થાય છે અને પછી દુઃખના કારણે પાપ પંકમાં ખેંચાડે છે. તેના તેવા પુણ્યને કારણે તેને રાજલક્ષમીનું સુખ મળ્યું પરંતુ તેને પરિણામે તેને સાતમી નરકે જવું પડયું. એ જ પ્રમાણે પાપના પણ બે પ્રકાર છે. એક પાપ પાપાનુબંધી હોય છે, જે પાપ કરવાને પરિણામે પાપની પરંપરા ચાલ્યા કરે છે તે પાપ, પાયાનુબંધી કહેવાય છે. કાલરિક નામના કસાઈનું પા પાપાનુબંધી હતું તેથી જ તેને જીવતાં અનેક પાપ કરવાં પડેલાં અને મર્યા પછી પણ તેના પાપની પરંપરાઓ નિરંતર ચાલ્યા જ કરી. બીજું પાપ, પુણ્યાનુબંધી હોય છે. જે પાપ કરવાથી પરિણામે પુણ્ય-ક્રિયાઓની પરંપરા ચાલ્યા કરે તે પાપ, પુણ્યાનુબંધી કહેવાય. ચિલાતીપુત્ર નામના મનુષ્ય સ્ત્રીને વધ કર્યો તેમજ એવાં બીજા પણ પાપો કર્યા, અને તેવા પાપ કર્યા પછી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે દ્વારા તેને પુણ્યરાશિની પ્રાપ્તિ થઈ. સુરપ્રિયે પિતાના પૂર્વભવની સમગ્ર હકીકત યાનપૂર્વક સાંભળી તેથી તેને જાતિ મરણ જ્ઞાન થયું અને તેને પરિણામે પિતે અનુભવેલાં પુણ્ય અને પાપનાં ફળે તેને પ્રત્યક્ષ દેખાયાં તેથી તે દીક્ષા લેવા તૈયાર થશે એટલે તેના પિતાએ તેને કહ્યું "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230