Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 215
________________ ૨૧ યુધિષ્ઠિર મુનિએ ખેમાઈગ્રેને જણાવેલ પિતાના વૈરાગ્યનું કારણ : કથાનકેશઃ પરિણુમ આવે છે. તેણે કહ્યું તે પણ આવા પ્રકારના દુઃસહા અને મહામુશ્કેલીથી આચરી શકાય તેવા ચારિત્રને તમે જે સ્વીકાર કર્યો છે તેનું કોઈ ખાસ નિમિત્ત તે હોવું જોઈએ ને? યુધિષ્ઠિર મુનિવરે કહ્યું એ બધી હકીકત કાનને વજના ઘા જેવી છે તે પણ તને સંક્ષિપ્તમાં કહી બતાવું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ મદિરા પીવાથી પરવશ બનેલા યાદવપુત્રેથી અતિસંતાપ પામેલા દ્વીપાયને દ્વારકાને દગ્ધ કરવા માટે મૃત્યુસમયે નિયાણું કર્યું. તે મૃત્યુ પામીને અગ્નિકુમાર દેવ થયે. તેને યાદ ઉપરનું જૂનું વૈર યાદ આવ્યું તેથી સેનાનાં ભવને તેમજ બારણુવાળી, સુવર્ણ મય મજબૂત કિલાવાળી અને કરડે યાદવોના વસવાટવાળી દ્વારકા નગરી ઉપર તેણે પ્રચંડ અગ્નિ ફેંકીને તેને ખાખ કરી દીધી. માત્ર કૃષ્ણ અને બળદેવ એ બેને જીવતા જવા દીધા. તે બંને અમારા તરફ આવવા નીકળ્યા હતા અને કેસંબ વન સુધી પહોંચ્યા હતા તેટલામાં જરાકુમારના બાણના ઘાથી હણાયેલ હરિ(કૃષ્ણ) ત્યાં જ કેબ વનમાં જ મૃત્યુ પામ્યા. વળી બલભદ્ર કૃષ્ણને વિરહાગ્નિના સંતાપને લીધે મનમાં અતિશય દુઃખી થયા અને દીક્ષા કરીને મેગિલ્લ મહાગિરિ ઉપર રહ્યા. જરાકુમાર પાસેથી આ સર્વ વૃત્તાંત સાંભળીને અમને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે જરાકુમારને જ રાજગાદીએ બેસાડીને અમે બધા સંયમ લેવા ઉઘુક્ત થયા છીએ. યાદવકુલની કમળવેલ માટે ચંદ્ર સમાન અને ઇદ્ર મહારાજાથી પણ નમસ્કાર કરાયેલા શ્રી નેમિનાથ ભગવંતને વંદન કરવા માટે અમે બધા સોરઠ દેશ તરફ જઈએ છીએ. આ પ્રમાણે ધાર્યા કરતાં જુદું જુદું જ કાર્ય કરવામાં તેમજ જુદી જુદી ઘટના કરવામાં અને તેને અણધાર્યો અંત આણવામાં નિપુણ મતિવાળા તેમજ ક્ષણે ક્ષણે ઘણુ ભજને દશવનારા એવા વિધિ-નસીબનું શું વિશેષ વર્ણન કરીએ? જે નગરીને સ્વામી ચક્રધર-વાસુદેવ પિતે જ છે, જે નગરીની ફરતો ખાઈરૂપે દરિયે છે અને જેને કિલ્લે સેનાને છે તે નગરી પણ નાશ પામે તો પછી આ સંસાર તે અસાર હોય તેમાં કહેવાનું જ શું? માટે હે દેવાનુપ્રિય ! સાંસારિક કાર્યોના પ્રપંચને લીધે ભગ્ન હૃદયવાળા અમે પાંચે યે આ રીતે ધર્મના માર્ગને એકાન્ત સુખ આપનારે સાંભળીને તેને સ્વીકાર કરે છે તે તું પણ એ પ્રમાણે બધા ભાવની ક્ષણભંગુરતા સમજીને, દુષ્ટ ચેષ્ટાઓને દુઃખ આપનારી જાણીને અને મહાઆરંભ તથા મહાપરિગ્રહને લીધે ઉત્પન્ન થનારાં કલેશમય અને શોકમય બનાવે જાણીને તારા પિતાના આત્માના હિતને માટે ઉત્સાહિત થા. “કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ અગ્નિદાહ વગેરેના સંકટ સમયે ઘડા, હાથી, રથ અને દ્ધાઓની વિપુલ સામગ્રી પણ પણ કામ ન આવી, કેવળ એ સામગ્રી કેળના કીડાની માફક વિશેષ રૂપે બંધનનું કારણ જ બની' એમ વિચારીને માઇગ્રેને ૨૬ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230