Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 216
________________ ઃ કથાન-કેશઃ પરિગ્રહની મર્યાદા સંબંધી માઈગ્યની પુત્રને શિખામણ ૨૦૨ સંસારના પ્રપંચી કાર્યો તરફ વૈરાગ્ય આવ્યે તેથી તેણે રાગદ્વેષ વગરના સર્વજ્ઞ પુરુષને દેવ તરીકે સ્વીકાર્યા. એ સર્વ ભગવતે કહેલ શાસ્ત્રને-પ્રવચનને પ્રમાણુરૂપે રવીકાર્યું અને એ શાસ્ત્રમાં નિરૂપેલી રીત પ્રમાણે પિતાને માટે પરિગ્રહની અને આરંભની મર્યાદા બાંધી તે પિતાના ઘરે ગયે. યુધિષ્ઠિર વગેરે મુનિઓ પણ પિતાની કાર્યસિદ્ધિને માટે શ્રી નેમિનાથ ભગવંત પાસે પહોંચ્યા. ખેમાઈચનો પુત્ર ધરણું પણ મટે થયે. તે કેટલીક ખાસ ખાસ કલાઓને જાણકાર થયે અને વિવાહિત થયા પછી ધન કમાવા માટે રાજસેવા વગેરે જે જે કઠિન ઉપા હતા તે તરફ અનેક પ્રકારે પ્રવૃત્તિ કરવા લાગે. એકદા ધરણને તેના પિતાએ કહ્યું કે– હે પુત્ર! થેડા જ લેશથી નિભાવ થતે હેય તો પછી નિરતર અધિક કલેશ શા માટે કર્યા કરે છે? તને શું ખબર નથી કે મર્યાદા વગર-અમાપ પરિગ્રહ તદન નકામે જ છે? અમાપ પરિગ્રહની નિષ્ફળતા આ પ્રમાણે છે - આઠ કેડ સેનૈયા કમાયા પછી પણ જોગવવામાં તો માત્ર ત્રણ પસલિ(બા) જ અનાજ આવે છે એટલે કે આઠ ક્રોડ સેનૈયાને ધણું હોવા છતાં તે તે માત્ર ત્રણ ખોબા અનાજને જ ઉપગ કરી શકે છે. ઘરમાં વચ્ચે ઘણું સંઘરી રાખ્યા હોય છતાં માણસના શરીર માટે કેવળ બે વસ્ત્રની જ જરૂર છે. ચિત્તને હરી લે-ગમી જાય એવાં સુંદર ચંદ્ર જેવા ઉજજવળ અને મોટાં મોટાં વિશાળ ભવન-મહાલયે હોય છતાં ય માણસ માત્ર શરીર જેટલી જ સાડાત્રણ હાથ લાંબી જગ્યા એટલે કે સૂવા માટે પલંગ જેટલી જ લાંબી-પહોળી જગ્યા વાપરી શકે છે. દાન માટે તેમજ ભેગવવા માટે પણ પરિમિત ધનને જ ઉપગ ઉચિત છે. એ સિવાયનું બાકીનું ધન ઘણે ત્રાસ ઉપજાવે છે એટલે તેવા ધનને દાટવા માટે જમીન ખેઠવી પડે છે અને સાચવવા માટે ઉજાગરા કરવા પડે છે. એ રીતે બાકીનું ધન ઘણે કલેશ આપનારું છે તેથી એ અર્થ અનર્થરૂપ કહેવાય. દુષ્ટ અરિષ્ટ, ચાણુર અને કંસને મારી નાખનાર મહાસમર્થ મધુમથન-કૃષ્ણ પણ જંગલમાં એકલો ચાલ્યા જાય છે, એને એને કઈ પણ સેવક ઉપગમાં ન આવ્યું એટલે સેવકોને સંગ્રહ કર, દાસ-દાસીઓ વધારે રાખવા તે પણ નકામું જ છે, એ પ્રમાણે છે વત્સ! ચાર દિવસના ચાંદરડા જેવા જીવતર માટે શા સારુ તું આટલે બધે કલેશ કરે છે? ચેડા કલેશથી પણ આજીવિકા ચાલતી હોય તો તે માટે શા સારુ વિશેત્ર કલેશ કરે જોઈએ? આ પ્રમાણે વિવિધ યુક્તિઓ દ્વારા પિતાએ તેને સમજાવે છતાં તે સામું કહેવા લાગ્યું કે હે પિતાજી, તમે કહે છે તે તદ્દન સાચું છે, તે પણ મરવાનું જ છે એટલે એટલે કાંઈ પહેલેથી જ શ્મશાનમાં જઈને બેસતું નથી. એ પ્રમાણે કે વૈરીના હાથે મૃત્યુ થવાનું છે એટલે કાંઈ પહેલેથી જ પિતાની જાતને દુશ્મનને સેંપી શકાતી નથી, માટે તમે "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230