Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 217
________________ ૨૦૩ સિંહને હણવા માટે ધરણે ઝડપેલું બીડું : કથાન–કેશ : આવા પ્રકારનું ગાઢ શ્રદ્ધાજડપણું દર્શાવી તેને આધારે શા માટે આવું બેલે છે? ખરી રીતે તે જે મનુષ્યની પાસે પિતાના પુરુષાર્થને બળે પેદા કરેલ ધનરાશિ હોય છે તેના જીવનને સહુ વખાણે છે. માના પેટમાં અંગ-ઉપાંગોને સંકેચીને ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા એટલે હવે સંકેચાવાની જરૂર નથી પરંતુ દ્ધિ-વૈભવને વિસ્તાર વધે તેમ કરવું એ જ આ જન્મને સાર છે. જેમ દવે નેહ-તેલને અને વઢિ-વાટને બાળીને છેવટે પિતે પણું - ઓલવાઈ જાય છે, પછી તેને કઈ પણ યાદ કરતું નથી એ રીતે જ જે લેકે નેહનેપ્રેમને અને વૃત્તિને–ભેગે પગની ઈચ્છાને બાળી નાખીને દુનિયામાંથી ચાલ્યા જાય છે તેવા તણખલા જેવા જીવતરવાળા લેકેના નામને પણ કેણ યાદ કરે છે? માટે ધન-નાણું, ભવને, સ્વજને, પરિવાર, શય્યા, આસન, ધનભંડાર અને અનાજના કેડારે એ બધાંને એટલે બધે વિરતાર હે જોઈએ કે જેમને જોઇને લકે આપણું વખાણ કરે. કર્મના ઉદયભાવને લીધે તેને વશ થઈને આ પ્રમાણે આવાં સંરંભનાં વચને બેલતા પિતાના પુત્રને જોઈને પિતાને એમ જણયું કે-આ છોકરાને શિખામણ દેવી નકામી છે. આ પ્રમાણે વિચારીને એમાઈ તેને કંઈ પણ ન કહેતાં મૌન જ સેવ્યું. પેલે ધરણ પણ પિતાની પાસે આજીવિકા ચલાવવા માટે ઉપગ પૂરતું ધન હોવા છતાં પણ રેજ ને રોજ વધારે ને વધારે ધન અને ધાન્યને સંગ્રહ કરી રાખવાની તીવ્ર વાસનાવાળો થશે અને તે વાસનાને તૃપ્ત કરવા માટે રાજાની પણ આદરપૂર્વક સેવા કરવા લાગ્યા. એક વખત એક પર દિવસ બાકી રહ્યું હતું ત્યારે નગરના લોકોએ રાજાને વિનંતિ કરી કે હે દેવ! અમુક સ્થળે એક કિર કેશરી સિંહ ચાલું માર્ગને રોકી રાખીને પાંચ જન જેટલી જમીનમાં ફર્યા કરે છે અને યમની માફક અનેક જીવોને નાશ કરે છે. આપની આજ્ઞા વિના તેને ઇદ્ર પણ મારી કે પકડી શકે તેમ નથી. આ વાત સાંભળ્યા પછી રાજાએ પિતાના બધા સેવક તરફ નજર ફેરવી, બધા ય નીચું મોઢું કરીને બેસી રહ્યા. આ પ્રમાણે જોઈને રાજાને વિશેષ ખેદ થયે. તે હકીક્ત ધરણ જાણી ગયે. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું હે દેવ ! તમે કૃપા કરીને તે કામ માટે મને આજ્ઞા આપે. ઉતાવળથી ચારે તરફ આંખ ફેરવતાં રાજાએ “એ કેણું છે?” એમ પિતાના સેવકેને પૂછ્યું. એટલે તેઓએ જણાવ્યું કે તે એમાઈગ્નને પુત્ર છે. રાજાએ કહ્યું જે એમ છે તે એ તે અમારા કુળમાં જ પેદા થયેલ છે. પછી રાજાએ પોતે પિતાના હાથે તેને પાન-બીડું આપીને સિંહના બચ્ચાને મારવાની આજ્ઞા આપી. * કેટલાક સહાયકને સાથે લઈને તે, સિંહે રેકેલી વનભૂમિમાં પહોંચે. એટલે દર ઊભેલો કેશરી તેના જેવામાં આવ્યું. એ ધરણ ધનુર્વેદમાં-બાણ છોડવાની કળામાં કુશળ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230