Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 204
________________ કથાનકેશ: ગુરુમહારાજે જયમાલીને જણાવેલ ચોથા વ્રતનું સ્વરૂપ તેવી શોભા યુદ્ધભૂમિની થઈ રહી. આ પ્રમાણે ઉગ્ર સંગ્રામ કરીને, એક બીજાને પ્રહારે કરીને તે બંને વિદ્યાધર મૃત્યુ પામ્યા. આ બધે બનાવ ત્યાં બેઠેલા જયમાલિ કુમારે નજરે નીહાળ્યો. તેણે વિચાર કર્યો. અરેરેમારા નગરમાં આવું અનુચિત કાર્ય કેમ થઈ શકે? રેષના આવેગથી તલવાર ખેંચીને તે ત્યાં તેમની સામે દેડ્યો પરંતુ તેના મિત્રેએ મહામુશ્કેલીથી તેને જતા અટકાવ્યું. આ સમયે મૃત્યુ પામેલા અનંગકેતુને જોઈને તે યુવતી એવી રીતે છાતી ફાટ રુદન કરવા લાગી કે જે સાંભળીને ત્યાંથી જતા-આવતા પ્રવાસી લેકે પણ કંપી ઊઠ્યા. પછી તે યુવતીએ પિતાને બળી મરવા સારુ એક ચિતા પડકાવી. જયમાલી કુમારે તેને અગ્નિમાં બળી મરતી ઘણુ પ્રકારે અટકાવી પરન્તુ તેણી તો અનંગકેતુના શરીરને લઇને તે ચિતામાં તેની સાથે બળી મરી. આ પ્રમાણેનું દશ્ય જોઈ કુમારને ઘણે ખેદ થયે અને તે યુનિવરની પાસે જઈ કહેવા લાગ્યું કે હે ભગવંત! આ બધી શી હકીકત છે? ગદુગદિત થઈ ગયેલા મુનિવરે તેને જણાવ્યું કે હે મહાકર્તિવાળા ! પરસ્ત્રી સાથે રમણને પ્રસંગ અનેક ભવોમાં દુઃખદાયી છે; મહા વરની આગને પ્રગટાવવા માટે અરણના કાષ્ઠ સમાન છે તેમજ અત્યંત અનર્થ કરનાર છે. તેનું જ આ ભયંકર પરિણામ તે નજરે નીહાળ્યું છે. જયમાલીએ કહ્યું? જે મનુષ્ય સગાધીન છે તેમને આવી જાતની આપદાઓ આવી પડે છે પરંતુ તમે તે રાગની વાતોથી દૂર-દૂર રહે છે છતાં ય આ પ્રસંગે આપને શોક થયેલો દેખાય છે તેનું શું કારણ? મુનિવરે જણાવ્યું : ભદ્ર! તારી વાત ખરી છે. મારો એ ભાઈ મૃત્યુ સમયે નવકાર મંત્રને પણ યાદ ન કરી શકે અને એમ ને એમ મૃત્યુ પામે એ જાણી મને છેડે સંતાપ થયેલે છે, અને તેથી જ ડે શેક પણ મને થયું છે. બાદ માલી રાજકુમાર વિચારવા લાગ્યું કે-અહો ! નામ માત્રને સંબંધ પણ બળવાન છે, જેથી આવા અસંગ-દુન્યવી સંબંધને ત્યજી દેનારા પુરુષે પણ આ પ્રમાણે દુઃખી થાય છે. આ પ્રમાણે વિશેષ વિચાર કરતાં તેને પરસ્ત્રીના પરિહારના નિયમ તરફ - વિશેષ અભિરુચિ થવાથી તે મુનિવરને નમસ્કાર કરીને બે કે હે ભગવંત! સ્વદાર સાથે સંતોષપૂર્વક વર્તવાને નિયમ કરે જોઈએ, પરતુ “પરિસ્થિતિ વિષમ છે” તેથી મને પરસ્ટીગમન ન કરવાને નિયમ આપે. એટલે મુનિવરે કહ્યું કે તારું કથન બરાબર છે. જે પ્રવૃત્તિમાં દેષ છે તેનું આચરણ કરવાને કર્યો ડાહ્યો પુરુષ ઉત્સાહ ધરે પરતુ કેઈ પણ નિયમ લેતા પહેલાં તેના ત્યાગનું સ્વરૂપ બરાબર સમજી લેવું જોઈએ તેથી પરસ્ત્રીગમન ન કરવાના નિયમનું સ્વરૂપ હું તને જણાવું છું તે તું બરાબર સમજી લે. બે પ્રકારની પરસ્ત્રી છે. એક દારિક અને બીજી વૈયિ. વૈકિય એટલે દેવની સ્ત્રીઓ. દારિક પરસ્ત્રીના પણ બે પ્રકાર છે: (૧) તિર્યંચની સ્ત્રીઓ અને (૨) મનુષ્યની "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230