Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 200
________________ : કથાર-કેશઃ ધર્મરુચિ મુનિવરે યજ્ઞપ્રિયને કહેલ પ્રભાસ ગણધરને સંદેશો ૧૮૬ વારંવાર આવતા હોવાથી મરકી, દુષ્કાળ વિગેરે દુખે શાંત થઈ ગયેલાં છે. વળી, જેના અસાધારણ સમકિતથી વિસ્મય પામીને જેની ઇદ્ર મહારાજા પણ પ્રશંસા કરે છે તેવા મહારાજા શ્રેણિક જેવા સુચરિત અને કુશળ વૃદ્ધ પુરુષો તે નગરમાં વસે છે. તે નગર બીજા બધાં નગરો માટે નમૂનારૂપ, આશ્ચર્યકારક બનાવોને ભંડાર અને ધર્મનું ઉદ્ભવસ્થાન છે. તે નગરમાં યજ્ઞપ્રિય નામે બ્રાહ્મણ હતા, જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને અવિરુદ્ધપણે સાધવાની ઉત્તમ પ્રવૃત્તિમાં તત્પર હતું. જેમ મધુસૂદને (શ્રીકૃષ્ણ ) નરકાવાય એટલે નરક નામના રાક્ષસના વિદનને નષ્ટ કર્યું હતું તેમ આ દ્વિજે નરકાવાય એટલે નરકમાં જવાના કારણેને છેદી નાખ્યા હતા. જેમ મધુસૂદન પાસે સુદર્શન ચક શોભતું હતું તેવી રીતે તે પણ સુદર્શન-સારે ધર્મ પામવાથી શુભતો હતે. વળી તેના ભાઈ પ્રભાસ ગણધરે દીક્ષા લીધી હોવાથી શ્રી વીરભગવંતને તેણે ભાવપૂર્વક દેવબુદ્ધિથી સ્વીકાર્યા હતા, સુતપસ્વી શ્રમણને ગુરુબુદ્ધિએ સ્વીકાર્યા હતા અને અણુવ્રત વિગેરેની પ્રતિજ્ઞા વડે તે ધર્મ–પાલનમાં વિશેષ તત્પર રહેતા હતા. તેને યાયશા નામની સ્ત્રી હતી, તેનું ગોત્ર વશિષ્ટ હતું, સુરપ્રિય નામને પુત્ર હતું. સુરપ્રિયે પિતાના પૂર્વભવમાં બાળ અને માંદા પ્રાણીઓની સેવા-સુશ્રષા કરીને પુયરાશિ એકત્ર કર્યો હતો. સુરપ્રિય પિતાના દેહની વૃદ્ધિની સાથેસાથ કળા-કૌશલ્યમાં અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ પામવા લાગ્યો. તેને રોગ્ય કુળમાં જન્મેલી બ્રાહ્મણ કન્યા સાથે પરણા. એકતા અવધિજ્ઞાનના બળથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને જાણનાર ધર્મચિ નામના તપસ્વી પ્રભાસ ગણધર પાસે તેમને વંદન કરવા માટે આવ્યા ત્યારે ભગવંત પ્રભાસ ગણુધરે તેમને કહ્યું કે-જ્યારે તમે રાજગૃહનગરે જાવ ત્યારે સમતિ પામેલા યજ્ઞપ્રિય બ્રાહ્મણને મારી શિખામણ પહોંચાડો. તે હકીક્તને મુનિવરે “તહત્તિઓ કહીને સ્વીકારી અને અનુક્રમે અનિયતપણે વિહાર કરતાં કરતાં તેઓ રાજગૃહ આવી પહોંચ્યા. પ્રસંગ મળતાં તેઓ યજ્ઞપ્રિય દ્વિજના આવાસમાં દાખલ થયા એટલે તેમને જોતાં જ પોતાના પરિવાર સહિત દૂરથી જ ઊભે થઈ જઈને, આસન ત્યજી દઈને, “સ્વાગતમ સ્વાગતમ” એમ બેલતાં તેણે હર્ષને લીધે રોમાંચ અનુભવે. ઉચિત આસન પર મુનિવર બેઠા એટલે તેણે સપરિવાર તેમને વંદન કર્યું ત્યારે ધર્મરુચિ અણગારે તેમને “ધર્મલાભ” આપીને કહ્યું કે – મેહરૂપ મહામેઘને વિખેરી નાખવા માટે પવન સમાન, દેવના પર્વત મેરુ જેવા ધીર અને દેવેન્દ્રોના સમૂહ જેમના ચરણકમળમાં નમેલા છે તેવા શ્રી વીર પરમાત્માને તું વાંદજે. પુર, નગર, ખેટક, કર્બટ, મર્ડબ, સંબા, નિગમ વગેરે સ્થળમાં આવેલા શ્રી અરિહંત ભગવંતના ચૈને તેમજ નિર્મળ ગુણુવાળા શ્રી સંઘને પણ તું પ્રણામ કરજે. જગતને પ્રકાશિત કરતા શ્રી પ્રભાસ ગણધર ભગવતે, દુઃખ દાવાનળને શાન્ત કરવામાં અમૃતવૃષ્ટિ સમાન આવી શિખામણ મારા મારફત તને કહેવરાવી છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230