Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 193
________________ ૧૯૯ મુનિવરનું ત્રીજા વ્રતનું શુદ્ધ પાલન • થારન-કાશ : લઈ ન જવું. આ હુકમ સાંભળવા છતાં પણ તું રાત્રે ધાન્ય વગેરે લઇને ત્યાં જવા તૈયાર થયું. આ જન્મમાં રાજાની શિક્ષા થશે અને પરસવમાં શ્રીજી આપદા આવી પડશે તેને તને લેાસને લીધે લેશ પણ વિચાર ન આવ્યે. એ રીતે જતાં, ત્યાં જનારા– આવનારાની તપાસ માટે નિમાયેલા રાજસેવકાએ તને પકડી પાડ્યો અને રાજ પાસે લઈ ગયા. રાજાએ તારું સ`સ્વ લૂંટી લીધું અને તને જીવતા છેાડી મૂક. આ પ્રમાણે તને ત્રીજો અતિચાર લાગ્યો અને તેને સંકટ પણ નડ્યું. તારું સર્વČસ્વ લૂંટાઈ જવાને અંગે શરમને કારણે તુ લશ્કરી છાવણીમાં ન રહી શકયે અને રાજાના ભયને લીધે એક કુગ્રામમાં ગયે, ત્યાં પણ પ્રામાણિક વ્યવહાર કરતાં તારા ગુજારા ન થયા એટલે ખાટાં તેાલાં અને ખાટાં માપ રાખીને તું વ્યાપાર કરવા લાગ્યા. એ રીતે તને ચેાથે અતિચાર પણ લાગ્યું. વળી તે જ ગામમાં રહીને તે ચીજોનેા સેળ–ભેળ કરવાના વ્યવહાર કર્યાં અત્ તાજું ઘી કે અનાજ વાસી ધીમાં અને જૂના અનાજમાં ભેળવીને તે વેચવા માંડયું અને એ રીતે પાંચમે અતિચાર પશુ તે લગાડ્યો. આ પ્રમાણે સાચા-ખોટા ધંધા કરીને તે જરૂર સારી કમાણી કરી પરન્તુ એ રીતે ઉષા તુ દ્ર વર્ષ પૂરું થતાં થતાં તે ખતમ થઈ જાય છે અર્થાંત્ તેવા દ્રવ્યને ચારા લૂટી જાય છે, જળપ્રવાહ તાણી જાય છે, અગ્નિ ખાળી નાખે છે અથવા તે રાજા ઈંડ તરીકે લઇ લે છે. ગમે તે પ્રકારે અન્યાય-અનીતિનુ પેદા કરેલું દ્રવ્ય નાશ પામી જાય છે. તું એ ગામમાં કેટલાક સમય રહ્યો અને તારા અંતસમય આવતાં ત્રીજા અણુવ્રતના તારા નિયમમાં તને જે જે અતિચારના દોષો લાગ્યા તેની તે આલેચના ન કરી, પશ્ચાત્તાપપૂવક તેની નિંદા ન કરી અને તુ મૃત્યુ પામીને કલ્બિષક દેશમાં પણ અધમ દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તું આ ભવમાં કિપુત્ર શખ તરીકે જન્મ્યા છે. પૂર્વભવમાં ત્રીજા અણુવ્રતમાં જે અતિચારા લગાડેલા તેથી તું નિધન થઈ ગયે છે. થવાથી તારું સવ ધન-ધાન્ય વિગેરે નષ્ટ હેરાન હેરાન થઈ ગયા છે. ભવના દોષોને કારણે તને ધનને અતશય થઈ ગયું છે, અને આ રીતે તું સર્વ પ્રકારે આ પ્રમાણે સાંભળીને મને મારા પૂર્વભવનુ સ્મરણુ થઇ આવ્યું અને તે દુષ્કૃતાને દૂર કરવા માટે મે' પ્રત્રજ્યા લીધેલી છે. વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરીને આત્માને ભાવિત કરતા હું વિચરું છું, ત્રીજા અણુન્નતની શુદ્ધિ જાળવવા માટે વૃક્ષના માલિકની સંમતિ વિના હું વૃક્ષની છાયામાં પણ બેસતા નથી, તેમ નહીં આપેલાં તણુખલાં વિગેરેને પણ સ્વીકારતા નથી. વળી મેં પૂર્વે કરેલાં ત્રીજા વ્રતનાં દૃષણાને સર્વ પ્રકારે યાદ કરતા હું તે તે સ્થળના સ્વામીની સંમતિ મેળવીને જ પછી શૂન્ય ઘર કે શ્મશાનમાં વાસ કરું છું. મુનિરાજે પાતાની હકીકત કહી તેથી મંત્રીપુત્ર ફ્રુસરામને પણ સંવેગ ઉત્પન્ન "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230