________________
૭
મહેન્દ્ર રાજવીની મહત્તા
: કારત્ન-કેશ :
અને જીવજીવક નામના અનેક પક્ષીઓ સ્વચ્છેદે ખિલખિલાટ કરે છે તેથી એ નગરી રમણીય છે. તે નગરમાં વૃક્ષ નીલકંઠેથી વિરાજિત છે, પક્ષઓ સરામલખણા છે અને અણુસરના ઘરે ગોરીથી મનહર તેમ જ કુમાર અને વિનાયકવડે યુક્ત છે.
હવે એ નગરીમાં મહેન્દ્ર નામે રાજા છે. એ રાજાને સામ, દામ, દંડ અને ભેદ એ નીતિના ચાર પાયા છે. રાજાની આંખો ચંચળ નેત્રવાળા ચર પુરુ-ગુપ્તચર પુરુષ છે, રાજાની દાઢ ધારદાર તરવાર છે, એને સ્કંધ-અભે પ્રગાઢ શૌડીય–શૌર્ય છે, એનું અસાધારણ સાહસ જ એની નાસિકાને ભયાનક સૂસવાટ છે, એના શરીરમાં અશેષ વિબુધ-પંડિત અધિષિત થયેલા છે અને એની અસાધારણ ચતુરાઈ જ એનું છટાદાર પૂછડું છે અર્થાત્ જેમ મહાવરાહને ચાર પગ, ચંચળ આંખે, તીકણ દાઢ, મજબૂત ખભે, નાસિકાના સૂસવાટ હોય છે તથા મહાવરાહ ઈશ્વરરૂપ હોવાથી તેના શરીરમાં અનેક વિબુધ-દેવો રહેલા અને એને પૂછડું હોય છે તેમ જાણે પિતે જાતે જ મહાવરાહ ન હોય એ એ મહેન્દ્ર રાજા આ પૃથ્વીને ઉદ્ધાર કરવા આવે છે એટલે જેમ મહાવરાહે પૃથ્વીને ખેંચી કાઢી તેને ઉદ્ધાર કરેલ હતું તેમ આ રાજા પણ પૃથ્વીને ઉદ્ધાર કરવાને ઉપસ્થિત થયેલ છે. - આ રાજાનું વાહન માતંગ છે, એના સેવક કુપ્રભુએ છે એમ છતાં ય જે, ધર્મ તરફ અભિરુચિવાળે છે અને માગણનાં ટેળાની માફક આશાને પૂરે એવો છે. જે રાજાનું વાહન માતંગ-ચંડાળ હોય અને જેના સેવકે કુપ્રભુ-ખરાબ રાજાઓ હોય તે વળી ધર્મ તરફ રુચિ રાખે ખરે? અને માગણની આશાને પૂરી શકે ખરો? એ વિષેધ છે. તેને પરિહાર કરવા અહીં માતંગ એટલે હાથી સમજવા અને કુપ્રભુ એટલે પૃથ્વીના પ્રભુ સમજવા. અર્થાત્ એ રાજાનું વાહન હાથી છે અને પૃથ્વીના રાજાઓ એના સેવકે છે એ એ રાજા છે એટલે જ ધર્મ તરફની રુચિવાળો છે અને માગણની આશાને પૂરનારે છે.
એ રાજને પરમ સ્નેહનું ભજન પ્રભાવતી નામે ભાર્યા હતી. તેનાથી જન્મેલા તેમને બે પુત્ર હતા. એક જયંત, બીજે જયસેન. મંત્રીઓને રાજ્યનું બધું કામકાજ ભળાવીને રાજા પિતાને સમય સુખથી વિતાવતા હતા. એક વાર, પૂર્વજન્મનું વૈર યાદ આવી જવાથી કાળ
* નીલકંઠ-(૧) મહાદેવ, (૨) મોર. પહેલે અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, બીજો અર્થ અભિપ્રેત છે.
સરામલકખણ-(૧) રામ લક્ષ્મણ સહિત (૨) સર–અમલ-કખણું એટલે કે સરોવરોમાં નિર્મળ ક્રિડા કરતા. પહેલે અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે; બીજો અર્થ અભિપ્રેત છે.
અણીસર-(અનીશ્વર) (૧) મહાદેવથી ઇતર, (૨) ધનાઢ્યું. ઈશ્વર ન હોય તેવા એટલે સાધારણ લેકે. એક અર્થ મહાદેવથી ઈતર લેકેના ઘરે ગોરી(ગૌરી-પાર્વતી)થી મનહર તથા કુમાર (કાર્તિકેય) અને વિનાયક(ગણપતિ)થી યુક્ત છે. આ અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. બીજો અર્થ સાધારણ લકાનાં ઘરે ગોરી ગૌરી-સ્ત્રી)થી મનહર છે તથા કુમાર (બાળ) અને વિનાયક(ગુરુજનો)થી યુક્ત છે. બીજો અર્થ અભિપ્રેત છે.
"Aho Shrutgyanam