________________
૭૫ દાક્ષિણ્ય ગુણની ઉત્કૃષ્ટતા
: કથાર-કેશ : પછી એણે સાધુની દીક્ષા લીધી. આગમનો અભ્યાસ કર્યા પછી તેને સવેગ વિશેષ વધી ગયો અને સંજમને ભાવથી આરાધી તેણે મરણ સમયે બરાબર ઉત્તમાર્ગની આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી તે સર્વાર્થવિમાનમાં દેવને અવતાર પામે.
આ રીતે તે મહાત્મા જગતમાં ખ્યાતિ પામે, રાજાને પૂજનિક થયા અને છેવટે સુગતિને પણ પામે. એ બધે પ્રભાવ તેના દાક્ષિણ્ય ગુણને જ છે. વળી મોટા પુરુષોમાં, અસાધારણ નિર્મળ શલથી સુશોભિત એ એક દાક્ષિણ્ય ગુણ અપ્રસિદ્ધ જ છે. કેઈ પણ વિન્ન તે ગુણની સામે ટકી શકતું જ નથી એ એ પ્રબળ સમર્થ ગુણ છે. જ્યારે વિહાર કરતાં પિતાના પિતાને મિત્ર પેલે કુલપતિ ભગવાન વીરને ભેટવા તૈયાર થયે ત્યારે ભગવાન વીરમાં દાક્ષિણ્ય ગુણ ન હોત તે તેઓ તેને મળવા સારુ પિતાને હાથ શા માટે લાંબો કરત? વળી એ જ પ્રમાણે ભગવાન વીરમાં દાક્ષિણ્ય ગુણ ન હેત તે જ્યારે પેલે પિતાનો અતિ પરિચિત બ્રાહ્મણને દીકરે અતિ દૂર દૂરના પ્રદેશમાં ફરી ફરીને થાકી જઈ, ખેદ પામી પોતાની પાસે આવી યાચના કરવા લાગે ત્યારે પણ એ જ ભગવાન તેને પિતાનું અડધું દેવદૂષ્ય બધું જ કેમ આપી શક્ત? વળી જેનામાં દાક્ષિણ્ય ગુણ નથી હોતે તેનાથી તેના ભાઈઓ અને ચાકરે પણ જુદા પડી જાય છે. તે બધા જુદા પડી ગયા પછી પેલા દાક્ષિય ગુણ વગરના પુરુષના ત્રણે વર્ગો ધર્મ, અર્થ અને કામ ક્ષીણ થઈ જાય છે. એ ત્રણે વર્ગો શીણ થયા પછી તો એ દાક્ષિણ્ય વિનાને માનવ, છાણાના ઢગલાની પેઠે કેવળ પૃથ્વીને ભાર વધારે છે અને એનું જીવન વ્યર્થ નીવડે છે. એ પ્રમાણે દાક્ષિણ્યગુણ, સુખસંપત્તિને વધારનાર છે અને સુગતિની સાધનામાં સહાયતા કરનાર છે. એવો દાક્ષિણ્ય ગુણને મહિમા સમજી એ કેણ શુદ્ધ બુદ્ધિવાળે છે કે જે તે ગુણ મેળવવા માટે સાવધાન ન થાય? એ પ્રમાણે શ્રી કારત્નકેશમાં દક્ષિય ગુણના વિચારને પ્રસંગે
ભવદેવનું કથાનક (૨૭) સમાસ,
-
-
-
-
-
"Aho Shrutgyanam