________________
-
----
૨૫
જાળની રચનાથી સેનાપતિને ઉપજેલે વૈરાગ્ય : કથારત્ન-કેશ: આ રીતે લેકનાં ટેળાં બેલતાં હતાં ત્યારે રાજાનું મુખ શેકથી વિવર્ણકાળું પડી ગયું અને તે નગરી તરફ જેવા લાગે એટલામાં તે ચારેકોર પાણીના રેલા ફરી વળ્યા. એ પાણીના પૂરને લીધે નગરને કેટ, ઊંચી ઊંચી અટારીઓ, ટટળતાં ઘરે અને દેવમંદિરે એ બધું ઢંકાઈ ગયું અને મોટા મોટા તરંગે અથડાય છે એ એ જલપ્રવાહ રાજાના પાદપીઠ સુધી પણ પહોંચી ગયે.
પિલા જોશીએ જણાવેલું આ અકુશળ આવી પહોંચ્યું' એમ વિચારતો રાજા તરત જ સિંહાસન ઉપરથી ઊઠી ગયું અને “હવે કેમ થશે?' એવા ભાવવાળી નજરે તેણે સેનાપતિ તરફ જોયું. બરાબર એ જ વખતે કેટલાંક મોટાં હલેસાં દ્વારા એ પાણીનાં કલ્લોલ વચ્ચે માગ કરી મજબૂત ખાસ લાકડાંનાં પાટિયામાંથી બનાવવામાં આવેલી એક હેડીને તેના ચલાવનારે ડીવારમાં ત્યાં રાજા પાસે આછું. પ્રણામ કરીને જેશીએ રાજાને વિનંતિ કરી.
હે દેવ! કૃપા કરે અને આ આવેલી હડી ઉપર ચડી જાઓ. પછી જાણે કે શ્વાસ જરા હેઠે બેઠા હોય એ રાજા સેનાપતિના ખંભા ઉપર હાથને ટેકો દઈને ચડવા જાય છે ત્યાં, તે ઠેકાણે તે ન મળે કઈ હડી, ન મળે કેાઈ હડી હાંકનારે, ન મળે પાણી કે ન મળે વરસાદ; બધું જ જાણે બરાબર સ્વસ્થ છે એમ જોઈને શરમાઈ ગયેલો રાજા પાછા સિંહાસન પર બેસી ગયે અને “અહો ! આ તો ભારે આશ્ચર્ય છે” એમ કહેતો કે પેલા જેશીને કહેવા લાગે છે નૈમિત્તિક ! આ શું થયું ? જેશી બોલ્યાઃ હે દેવ ! આ બધું માયામય ઇંદ્રજાળ છે અને તે મારા તરફ તમારા ચિત્તનું આકર્ષણ થાય એ માટે મેં તમને અહીં કરી દેખાડયું છે. હું પણ ઇંદ્રાળિ થઈને અહીં તમારા ભવનમાં પેસી શકું એમ ન હતું તેથી જ હું જેશી બનીને અહીં પેઠો છું. રાજલક બધો ભારે. વિસ્મય પામે અને એ જોશીને બધાં અંગનાં આભરણના દાન સાથે બીજું પણ ઘણું દ્રવ્ય આપ્યું. એ રીતે તેને આદર કરીને એ ઇદજાળિયાને રાજાએ ખુશ કરીને વળા.
આ બધું તે પ્રકારની ઇંદ્રજાળ જોઈને સેનાપતિના મનમાં ભારે વૈરાગ્યનો આવેગ આવ્યો અને “સંસારના તમામ પદાથે આ જ પ્રકારના માયિક છે” એમ વિચારો તે એવા નિશ્ચય ઉપર આવ્યું કે હવે સંસારમાં રહેવાથી સર્યું. અને પછી તેણે કપાળમાં બને હાથ જોડીને રાજાને વિનંતિ કરી. હે દેવ ! મેં તમારાં ચરણની કૃપાથી બધાંય સુખે ભેગવ્યાં છે. એવું એકે સુખ બાકી નથી જે ન ભેગવ્યું હોય. મારે માટે તમારી કૃપાને લીધે કેઈ કાર્ય દુષ્કર પણ જણાયું નથી. હવે સંસારવાસથી મારું મન કેવળ વિરક્ત થઈ ગયું છે. જે મારા પ્રતિબંધનાં સ્થાને છે તે બધા આ પ્રત્યક્ષ જોયેલાં ઇંદ્રજાળ જેવાં જ ભાસે છે; કશું પારમાર્થિક-સાચું નથી, માટે હવે મારે તાપસની દીક્ષા લેવા સારુ અરણ્યમાં જવું છે તે હે દેવ! આપ અનુમતિ આપે. રાજા બેલેટ
"Aho Shrutgyanam