________________
ઉપશાંત ગુણ વિશે સુદત્તની કથા (૨૫)
છે જે પુરુષ પૂર્વે કહેલા બધા ગુણેથી યુક્ત હોવા ઉપરાંત ઉપશાંત ગુણથી
– યુક્ત હોય તે જ ધર્મને નિભાવ કરી શકે છે માટે હવે ઉપશાંતનું સ્વરૂપ કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય છે. એ કલા વિવિધ પ્રકારના અવર્ણવાદને પેદા કરે છે તથા સદ્ધર્મના ઉદ્યમને ઓળી નાખે છે. તે કષાયોના ઉદ્દગમ-ઊભરાતે જ રોકી રાખવાથી વા તેનો ઊભરે આવી જતાં પણ તેને નિષ્ફળ કરી નાખવાથી જેમના એ કષાયે ફુટપણે શમી જાય–શાંત થઈ જાય તેને અહીં ઉપશાંત કહેવામાં આવેલ છે. જ્યારે એ કષાને ઊભરે આવેલું હોય ત્યારે કરવામાં આવતાં બધા ય ધર્મક નિષ્ફળ નિવડે છે અને એમનાથી બીજું કંઈ આપણને કઈ આપે એવું ચડીયાતું નથી એમ શાસ્ત્રકારે કહે છે. ક્રોધને લીધે આપણું સ્વજનેમાં વિરોધ જાગે છે, કાંતિને નાશ થાય છે, ભારે ભયાનક સંકટ આવી પડે છે, અહંકાર સજ્ઞાનને ઘાતક છે અને ગુરુજનેમાં પણ અપમાન કરાવે છે, માયા-કપટ વાણીને વક્ર કરાવે છે અને ડગલે ને પગલે વિદ્મજનક છે, લેભ સ્વજનેને દ્રોહ કરાવે છે, મૂઢતા વધારે છે અને સુમતિને રોકી રાખે છે. એ એક એક કષાય પણ ભારે કઠેરતા પેદા કરે છે, ફ્લેશ ઊભું કરે છે અને સદવૃત્તિને ડાળી નાખે છે તો પછી જ્યારે એ ચારે કષાયે જ્યાં ભેગા થઈને રહેતા હોય ત્યાં કેમ કરીને કુશળ રહી શકે ? માટે એ ચારે કષાયને ઉપશમ જ અશેષ કલ્યાણોનું મૂળ છે એમ કહેવામાં આવે છે અને એમ છે માટે જ ભિક્ષુઓ મોક્ષનું સુખ મેળવવા માટે એ કષાને સમૂળગો નાશ થઈ જાય એવું ઈચ્છે છે. આ સંસારમાં અત્યાર સુધી જે જે તીખાં–તીવ્ર દુઃખો થઈ ગયાં છે. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં હવે પછી થનારાં છે તે બધું ય આ કષાનું પરિણામ છે એમ જાણે. બાહુબલી મૂઢ બની ગયા, ભરત લાલચુ થઈ ગયે, સ્ત્રી પણ તીર્થકર થઈ શકી અને સુભૂમ કુગતિએ ગયે એ બધું આ કષાનું કરતુક છે એમ સમજે. જે પુરુષોએ કષાયરૂપ સાપના પ્રોઢ ઘટાટોપને સહન કરેલ છે તે જ પુરુષે ધન્ય છે અને તે જ પુરુષોએ જગતમાં જય પતાકા પ્રાપ્ત કરેલી છે. પ્રલય સમયના પવનની પેઠે એ કષાયે ભારે દુસહ છે અને એવા જોરદાર છે કે ઉપશમ શ્રેણી ઉપર સારી રીતે આરૂઢ થયેલા પુરુષને પણ રૂના પુંભડાની પેઠે ઉડાડી મૂકે છે. એ પ્રમાણે એ કષાની ભયંકરતાને પિતાની બુદ્ધિથી સમજવી જોઈએ વા બીજાના કહેવાથી જાણવી જોઈએ. એ રીતે જાણીને-સમજીને જે ઉપશાંત થશે તે સુદરની પેઠે સુખી થશે. એ સુદત્તનું કથાનક આ પ્રમાણે છે.
આખા ય અવરવિદેહને ભાવતી એવી સાવથી નામે નગરી છે. એ નગરી કણિકની
"Aho Shrutgyanam