________________
: કયારત્ન-કેશ :
સાવદેવે વૈરાગ્ય પામી સ્વીકારેલી સર્વવિરતિ
હર
તેણે કહ્યું- હે ભદ્ર! તારું એ ઘર તારા માટે એક આઘાત સ્થાન જેવું છે. મેં પૂછ્યું એમ કેમ? પછી મુનિરાજ બેલ્યાઃ આ ભવથી એથે ભવે એ ઘરના માલિકે દ્રવ્યના લોભને વશ થઈને તેને ત્યાં મારી નાખેલ હતો. પછી તે તારી હત્યાને લીધે રોષ પામેલા રાજાએ પણ ઘરના માલિકને સજા કરી મારી નખાવ્યું અને તે મરીને ત્યાં દાટેલા નિધાનખજાનાની ઉપર સર્પરૂપે અવતર્યો. વળી તું એ ખજાના ઉપર રહેતું હતું ત્યારે તને એ સપે મારી નાખે. પછી તું પણ સર્ષ થયે અને તેને ત્યાં રહેતા એક નેળિયાએ કરડી ખાધે. હવે વળી તું એ જ ઘરમાં પુત્રરૂપે અવતરેલે છે એથી જ તને એ ઘરમાં ચેન પડતું નથી અને તારી બધી ચતુરાઈ એ ઘરમાં આવતાં જ ચાલી જાય છે. એ ઘરમાં જતાં જ તને એમ યાદ આવે છે કે હું અહીં ત્રણ ત્રણ વાર મરાયેલ છું અને એમ યાદ આવતાં જ તારી બધી સૂધબૂધ ચાલી જાય છે. જે સ્થાને પ્રાણુઓ કમોતે મરેલા હોય છે તે સ્થાને જતાં જ તેમને દિશામૂહતા વગેરે ચિત્તની વ્યથાઓ થઈ આવે છે.
મુનિરાજે એમ કહ્યા પછી મને પણ મારા પૂર્વ ભવેની બધી હકીકત યાદ આવી ગઈ અને ઘરને મસાણ જેવું જ સમજીને હું તેનાથી અત્યંત ભય પામ્યું. પછી ત્યાં પિતાને આગળની હકીકત કહ્યા વિના જ તીર્થો જોવા સારુ એકદમ ઉપડ્યો અને નદીના પૂરથી હણાયેલે ત્યાં પણ મરણ પામે. પછી હું પિતાજી! આ જ ઘરમાં હું તમારા પુત્રરૂપે જન્મ પામે અને જમના મુખ જે ભયંકર આ ખજાને પણ મારા જેવામાં આવ્યો. આ ખજાને જોતાં જ મને એમ થયું કે હું ખરેખર જમને જોઉં છું. આવી સ્થિતિમાં હવે ઘરવાસ મને ખરેખર મૃત્યુ સમાન લાગે છે.
તેનો પિતા તેને ડીઘણી ધીરજ આપવાને પ્રયત્ન કરે એટલામાં તે તે ઘરમાંથી બહાર નીકળી ગયે અને શીવ્ર બગીચામાં પહોંચી ગયે. ત્યાં તેણે પહેલાંના સમયના એ જ સંવર મુનિવર જોયા. તેને વંદન કરીને તે બોલ્યોઃ હે ભગવંત! હવેથી હું તમારે શરણે આવેલ છું. મારું રક્ષણ કરે. મુનિ બેલ્યાઃ હે ભદ્ર! ભયને ત્યાગ કર, શ્રીજિનેન્દ્ર ભગવાનની દીક્ષા લે અને દુઃખને જલાંજલી દે. પછી તેણે દીક્ષા લઈ લીધી અને તે મહાત્મા પેલા મુનિરાજ સાથે ધર્મકર્મમાં એકાગ્ર ચિત્ત રાખીને આ ભૂમિ ઉપર વિહાર કરવા લાગે.
તેના પિતાએ પોતાના પુત્રની દીક્ષાની વાત સાંભળી તેથી તેના ચિત્તમાં સંતાપ થયે. બીજા પુત્ર ભવદેવે જણાવ્યું કે હે તાત! વિચક્ષણ લેકે નાશી ગયેલા, મરી ગયેલા અને પ્રત્રજ્યા લીધેલા માણસને શક નથી કરતા, તો તમે શા માટે શેક કરે છે? પિતા બે હે પુત્ર! તમે અને મારે આંખ સમાન હતા, તેમાંથી એક ચા જતાં કેમ શેક ન કરું? ભવદેવ બોલ્યોઃ વાત તે ઠીક છે પરંતુ હવે વીતી ગયેલી હકીકત સંબંધે શેક કરે નકામે છે. “ખરી વાત છે” એમ કહી પિતાએ તેની વાત માની લીધી. હવે રેજ રાજ મટે પુત્ર દેખાતો નથી તેથી તેની વિસ્મૃતિ થતાં વખત જતાં પિતાને શેક
"Aho Shrutgyanam