________________
૫૪
: કથાન–કોશ : એમે ભગવંત પાસે રવીકારેલી ભાગવતી દીક્ષા આપણે આ ત્રણ જગતની આંખ જેવા પુરુષને પૂછવું જોઈએ જેથી તે જે પ્રમાણે કહે તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકાય. એમ વિચારીને તે બન્ને જણાએ પ્રણામ કરીને સ્વામીને પૂછયું: હે ભગવંત! હવે આવા પ્રકારના પાપરૂપ કષાના દુચક્રમાંથી છૂટકારે શી રીતે થઈ શકે? ભગવંત બોલ્યાઃ એ દુષ્ટ કક્ષાની વિરુદ્ધ અનુષ્ઠાન કરવાથી એમના પંજામાંથી છૂટકારો મેળવી શકાય પણ બીજી રીતે નહીં. તે અનુષ્કાને આ પ્રમાણે છે.
જ્યારે જ્યારે મનમાં ક્રોધને લેશ પણ સંચાર થાય ત્યારે ત્યારે એવો વિચાર કરે જોઈએ કે આ ક્રોધ મહાપાપરૂપ છે. આખા શરીરને સળગાવી નાખે એવો છે અને દુશમનાવટને ભાઈ છે અર્થાત્ વૈરને વધારનારે છે. આ પિતાને અને બીજા બધાને ઉદ્વેગ કરાવે એ છે, સુગતિ નગરીનાં બારણું બંધ કરવાને ભેગળ સમાન છે. જે લેકેએ આવા ક્રોધને દૂરથી જ તજી દીધા છે તે લોકો ધન્ય છે અને પુણ્યવંત છે. તે જ પ્રમાણે મનમાં અહંકારને ભાવ લેશ પણ ઊભું થાય ત્યારે અહંકારના સ્વરૂપની ભયંકરતાને વિચાર કર જોઈએ. અહંકારની વૃત્તિને લીધે આઘાત પામેલા, અક્કડ બનેલા લેકે પિતાના ગુરુને પણ નમતા નથી અને પૂજતા પણ નથી. અહંકાર શ્રતજ્ઞાન અને સદાચારને દવંસક છે, ત્રિવર્ગની સંપત્તિ ન પામવા દેવા સારુ કેતુગ્રહ જેવો છે. દુર્મતિ અને કજીયાનો એ મેટે ખીલે છે. હાય! હાય! એ અહંકાર મહામુશીબતે તજી શકાય એમ છે. એ જ રીતે જ્યારે મનમાં માયા-કપટને ભાવ ઊભે થતો દેખાય ત્યારે પણ એના સ્વરૂપ વિશે વિચારવું જોઈએ કે માયા મહાદુષ્ટ છે, લેકેના વિશ્વાસને નાશ કરનારી છે અને હલકાપણું પેદા કરનારી છે. માયાને-કપટમય આચાર-ડાહ્યા માણસે કવખોડે છે. નીચ લેક જ માયામાં પડ્યા રહે છે. જે લેકે સુગતિનો નાશ કરનારી આ માયાને તજી શક્યા છે તેઓ ધન્ય છે. લેભ વિશે પણ એને દુષ્ટ સ્વરૂપને વિચાર કરવો ઘટે. લેભાવિષ્ટ લોકોને ડગલે ને પગલે અનર્થે થયા કરે છે. ધન વગેરેને લાભ થતાં પણ સંતોષ થતો નથી અને ચેરી, રાજદંડ, આગ વગેરેને ભય તો ઊભે જ છે. વળી, ધન કમાવામાં, તેને સાચવવામાં અને તેને વધારવામાં શરીરને ભારે સંતાપ થાય છે. તેને ભેળવવામાં પણ દુઃખ જ છે. જેઓ ધનથી વિરામ પામેલા છે તેમને પરમ સુખ છે. આ રીતે કોઇ વગેરે કષાયથી જે જે વિરુદ્ધ સુપ્રવૃત્તિ છે તે બધાની વારંવાર ભાવના કરવી જોઈએ અને એવા અનુષ્ઠાને કરવા જોઈએ કે જ્યાં કદી પણ એ ક્રોધાદિકને આવવાને માર્ગ જ ન રહે. આ બધી હકીક્ત સાંભળીને પિતાના પરમ કલ્યાણની ચાહના કરતા ખેમે શ્રી જિનેશ્વરના ચરણે પાસે તીવ્ર શ્રદ્ધા સાથે દીક્ષાને સ્વીકારી. પિલા સુદત્ત પણ શ્રી જૈનધર્મને સ્વીકાર કર્યો અને તે, કષાથી વિરુદ્ધ પ્રકારની ભાવના કરતે કરતે પિતાને ઘરે ગયે. પછી તે, ઘરનાં ઉચિત કામકાજમાં પ્રવૃત્તિ કરવા લાગ્યું. હવે એક વાર તેના પિતાએ તેને ઠપકો આપતાં કહ્યું કેઅરે ! સુદત્ત! તું આપણા નોકરેને પણ કશું કહેતો નથી એટલે નેકરે તરફ
"Aho Shrutgyanam