________________
૪૧
રત્ન પુનઃ પ્રાપ્ત કરવા માટે વિજયદેવને પ્રપંચ
- કારત–કાશ :
પરાવી દે અને અધિક હરખ વા અધિક ખેને વેરીએની પેઠે સમજી તારા મનમાં તલભાર પશુ સ્થાન ન આપ.
·
પછી હું માતા ! તુ જેમ ફરમાવે છે તેમ કરીશ ’ એમ કહેતી બધી દાસીએ પાત-પોતાના કામમાં લાગી ગઇ અને મનસુંદરી પણ પેાતાનુ કામ કરવા લાગી. જ્યારે પહેાર દિવસ ચડી ગયા અને દેવપૂજાને સમય થઈ ગયા ત્યારે મયણુમષાએ પેાતાની પુત્રી મદનસુંદરીને કહ્યું. હું પુત્રી ! હજી ભેજનના સમય ન થાય ત્યાં સુધીમાં એ તારા નાયકને તુ ગંગાને કાંઠે લઇ જઈ સ્નાન કરાવ, પ’પ્રદાન કરાવ, દેવપૂજા વગેરે કરાવ અને તેની ઇચ્છા પ્રમાણે અતિથિને દક્ષિણા અપાવ તથા આ બધું કરાવતી વેળાએ તું તેની ધસાયિકા થઇને તેની પાસે જ રહેજે, અને એ બધું જલ્દી જલ્દી કરાવજે. · હે માતા ! તુ જેમ આદેશ કરે છે તેમ જ કરીશ ' એમ કહીને પેલી મદનસુંદરી પેાતાને સ્થાને ગઇ અને ઢોંગ કરીને સૂતેલા પેલા વિજયદેવને જગાડ્યો. પછી તેણીએ તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! સમય ઘણા જ થઈ ગયા છે. ગંગાસ્નાન, પિડપ્રદ્યાન અને અતિથિને દક્ષિણા આપવી વગેરે-એ બધાં દૈનિક નિત્ય કૃત્ય કરવા તૈયાર થા. પછી મરડવાના દેખાવ કરતા, ખાટાં ખાટાં બગાસાં ખાતે એ વિજયદેવ ઊઠ્યો, પેાતાના મુખ ઉપરને ભાવ ન કળાવા દઈ એ તેણીની સાથે ગંગાના કાંઠા ભણી ચાલ્યું. મનસુંદરી પણ કેટલાક દાસા અને દાસીઓને સાથે લઈ તથા પૂજાપાને સામાન, ફૂલ, નિવેદ, ચોખા વગેરેના પયિા સાથે રાખી તેની પાછળ પાછળ ચાલવા લાગી. એ રીતે બધા ગંગાને કાંઠે પહેોંચ્યા. વિજયદેવે સ્નાન કર્યું, એ કપડાં પહેર્યાં, દેવાની પૂજા કરી, મંત્રના જાપ કર્યાં અને સૂર્યને અર્ધ્ય આપ્યું.
આળસ
આ સમયે તેને મનસુંદરીએ કહ્યુંઃ પ્રિયતમ ! દ્રવ્ય વાપરવાના સંકેાચ ન રાખશે, પિડપ્રદાન કરા, વિજયદેવ એલ્યુાઃ એમ કરીશ, વેદ જાણનારા બ્રાહ્મણેાને ખેલાવી મગાવ. પિપ્રટ્ઠાન કર્યાં પછી તેમને દક્ષિણા આપું. ‘ ઠીક ’ એમ કહીને તેણીએ કુશળ એવા ચાર બ્રાહ્મણાને ખેલાવી દીધા. તે બ્રાહ્મણા પાસે તેણે પિંડદાન વગેરે કરાવ્યું. એ બધુ થઈ રહ્યા પછી હાથ જોડીને વિજ્યદેવે બ્રાહ્મણાને કહ્યું: હું બ્રાહ્મણેા ! મારી વાત સાંભળેા. મારા દુર્ભાગ્યને લીધે મને એક રત્ન સાંપડયું હતું. મને તે દુષ્ટ લક્ષણવાળું રત્ન મળવાથી મારું લાખોની સ ંખ્યાનું ધન નાશ પામ્યું, કુળનું નખાદ નીકળી ગયું. છતાં ય મને તે રત્ન ઉપર ખોટા આગ્રહ બંધાઈ જવાથી મે તેને તજ્યું જ નહીં, પરંતુ હમણાં મારાં કાક પુણ્યને લીધે તે રત્નને કૈાઇ ઉપાડી ગયું છે એથી જેના ઘરમાં તે રત્ન પહેાંચ્યું છે તેનું જ નખાદ જાય પણુ અમને કશું ય ન થાય એ રીતે તમે અહીં એ મારા સંકલ્પને માટે મંત્રના ઉચ્ચાર કરી અને તાળી પાડા જેથી મારા ઉપરની આકૃત ટળી જતાં
*
"Aho Shrutgyanam"