________________
૨૦
ઃ કથારન-કેશ : અભિલાષા વિનાના પ્રાણુ પાસે શાસ્ત્ર વાંચવું નિરર્થક તે જોઈને સુંદર એકદમ દોડ્યો. છોકરીઓને છૂટાં પાડ્યાં અને આમતેમ ઘડીકવાર તેમને રમાડીને પાછે પિતાને સ્થાને બેઠે એટલે વળી શાસ્ત્રપાઠ કે ધર્મનું વખાણું આગળ ચલાવ્યું. વળી, આ વખતે પ્રલયકાળના ગાજતા એના શબ્દોની જેવો નહીં સહી શકાય એ, કઠેર હાથે વગાડવામાં આવેલાં ઢોલ, ઢાલક અને ડાકલા પ્રમુખ વાજાને એવો મોટે અવાજ આવ્યું કે જેને સાંભળીને “આ શું ? આ શું?”એમ કરતો બધી દિશાઓ તરફ આંખેને ફેલાવતો હાંફળાફાંફળે તે ઘર બહાર નીકળે અને ત્યાં તેણે રાજાને નીકળતે જોયે. જ્યારે રાજ છેટે ચાલ્યા ગયે ત્યારે તે પિતાના સ્થાનમાં પાછા આવી ગયે અને તે વખતે વિલખા થયેલા શાસ્ત્રપાઠકે તેને કહ્યું કે જ્યારે શાને સાંભળવાનો સમય હોય ત્યારે ઘરના કામકાજને વિચાર અને એવાં બીજા સાંભળવામાં વિક્ષેપ કરે તેવાં કામે કરવા યુક્ત નથી. જેમનું ચિત્ત એ પ્રકારનાં કામના વ્યાસંગને લીધે વિક્ષિપ્ત હોય છે તેઓ શાસ્ત્રો સાંભળીને પણ તત્વનું જ્ઞાન પામી શકતા નથી.
પછી સુંદર બેઃ તત્વનું જ્ઞાન થાય તે પણ કશું ય ફળ નથી. તું તત્વના જ્ઞાનવાળે છે છતાં ય બીજાને ઘરે ભીખ માગતે ફરે છે. પેલે પિથી વાંચનાર બેઃ અરે ! એમ ન બેલ. જ્ઞાનને લીધે તો રિદ્ધિ અને સિદ્ધિઓ પમાય છે એવું સાક્ષાત્ જોયેલું છે.
પછી સુંદર બેઃ જે લેકને જ્ઞાનને લીધે બદ્ધિઓ અને સિદ્ધિઓ મેળવેલ છે તેઓ પણ યમના મુખમાં પડેલા છે એથી જ્ઞાનવાળા અને જ્ઞાન વગરના એ બેમાં શી વિશેષતા છે ?
એ પ્રમાણે પેલે શેઠને છોકરે બેલતો રહ્યો અને પિથી વાંચનારે “તારી પાસે તે તારો બાપ જ વખાણ વાંચી શકે” એમ બેલતે તેને ઘરેથી જલદી ચાલ્યા ગયે.
એ પ્રમાણે શાસ્ત્રકુશળ લોકોએ સુંદર જેવા “અનર્થ ' નું ઉદાહરણ કહી બતાવેલ છે. એવા માણસને તે શિખામણ આપવાનું પણ તેમણે વર્જેલ છે.
જેને ભારે રોગ થયે હોય એવા રાગીને જોઈને વૈદ્ય પણ રેગી ચિકિત્સા કરાવવા ન ઈચ્છે તે તેની કઈ પણ પ્રકારે ચિકિત્સા કરવા ઇરછે નહીં.
વળી, જેમ આગ વગરની કેવળ રાખને કેઈ સંધ્રુક્ત હોય, બહેરા માનવીની સાથે કઈ બોલતે હેય તે નકામું છે તેમ જેના હૃદયમાં અભિલાષ જ નથી એવા માનવને કાંઈ પણ સમજાવવાનો પ્રયાસ કરે તે બધેય નકામો છે.
જે ગુરુ કરુણાવાળે છે, પોપકારપરાયણ પણ છે, રાતદિવસ ધર્મતત્વને કહા કરે છે અને સાક્ષાત્ બૃહસ્પતિ સમાન છે છતાં એ પણ છે, જેને ધર્મની સ્પૃહા જ નથી એવા માનવને કેળવી શકતો નથી. જે માનવ, બધા દેને નાશ કરનાર, સુખની વૃદ્ધિ કરનાર એવાં પ્રસિદ્ધ સિદ્ધાંતના તને સાંભળવા માટે પણ અભિલાષ ન
"Aho Shrutgyanam