Book Title: Karmprakruti Mool
Author(s): Vanchayamashreeji
Publisher: Girdharlal Kevaldas Dalodwala

View full book text
Previous | Next

Page 7
________________ જનારની શું આપણને ઉપેક્ષા હૈય? અરે કહોને કે ઉપેક્ષા તે શું પણ તેનીજ અપેક્ષા હોય કે એ કોણ છે અને એને જાણવા શું આપણે ઢીલ કરીએ ખરા ? જરૂર આપણને આપણા આ સર્વોપરિ વિકાશને અર્થાત આપણું આ કહેવાતા ભૌતિક વિકાશથી પર એવા લોકોત્તર વિકાશને આડે આવનાર અને આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપના આ ઉલટા ત્રિવેણી સંગમને વિષે અને જન્મ-મરણના દ્વન્દ્રને વિષે ઝોલાં ખવડાવનાર એવા કર્મ શત્રુને જાણવા કોણ આત્મહિતમાં આળશું હોય કે જે ઢીલ કરે ? અને જાણ્યા પછી અર્થાત બરોબર ઓળખ્યા બાદ તેનો સામનો કરવા તત્પર ન બને? અરે સામનો તે શું પણ તેનો નાશ કેમ કરવી તેની જ હમેશાં વેતરણમાં હોય. બરાબરને? ખરેખર આ કર્મ આત્મા સાથે બદ્ધ થયા પછી [બંધાયા પછી ] તે આત્મામાં શી શી અસરો ઉપવે છે ? અને તેમાં કઈ કઈ જાતના ફેરફારો થાય છે તે જાણવું ખાસ જરૂરી છે કારણ કે જાણ્યા બાદ જ તેને અંગે શું પગલાં ભરવાં તેની સાચી સમજ પડે છે. માટે જ શાસ્ત્રકારો અને આપણા શાસનના સૂત્રધાર મહર્ષિઓ, યોગીઓ અને જ્ઞાનીઓ આ બધા જ એકી અવાજે બોલી ઉઠ્યા કે ખri Rા પતિ માટે જે આ પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા. પરમ પૂજ્ય સદ્દગત આચાર્ય દેવેશ શ્રી ૧૦૦૮ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય પંન્યાસ પ્રવર પ્રસિદ્ધ વક્તા વિક્રમવિજયજી મ. સાહેબે મને આચાર્ય દેવને પ્રિય એવા કર્મ સાહિત્યના આ મૌલિક અને ગહનાતિગહન ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેરણા કરી તે બદલ હું તેમને ઋણી છું. ખરેખર આ કમ્મપયડી (કર્મપ્રકૃતિ) નામનો મૌલિક ગ્રંથ એ આપણા માટે કર્મ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉચ્ચમાં ઉચ્ચ કોટીન અને આજના કાળ માટે એ આખર અને આકર ગ્રંથ છે. અને લગભગ ૨૦૦૦ થી રર૦૦ વર્ષ પહેલા જુને પુરાણો ગ્રંથ છે તેના કર્તા શ્રીમદ્ આચાર્ય ભગવંત શિવશર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ છે કે જેમના સમયમાં ૧ પૂર્વ સુધીનું જ્ઞાન વિદ્યમાન હતું તેઓશ્રીની આ કૃતિનું સર્જન એક ભવ્ય, અને માલિક સર્જન તરીકે તે લોકભોગ્ય અને લોકમાન્ય તરીકે ખ્યાતનામ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82