________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અગ્રામ મહાવીર ઃ ૧૩ વિ. સં. ૧૯૭૦માં પુનઃ મહાવીર ચરિત્ર માટે નોંધે છે?
જૈનોના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત્ર સ્થાપિત થઈ જાય એવું ગૂર્જર વાગમયમાં અદ્યાપિ પર્યત ઈ પુસ્તક બહાર પડયું નથી.
શ્રી વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રનો અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જૈનના હાથે તૈયાર થાઓ એવી ભાવના છે. શ્રી. વીરપ્રભુના સવિચારોથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી વિરપ્રભુની દીપાવલિ સાચી ઊજવી કહી શકાય.'. - સાધુના જીવનમાં આલોચના ને પર્યાલોચના સદાકાળ ચાલતાં હોય છે. વિદ્વાન સૂરિરાજે આ વસ્તુને વધુ વેગ આપવા દીક્ષાકાળના વર્ષથી ડાયરી લખવી શરૂ કરી હતી, એમાં અગિયાર વિષયો ચર્ચવાના નક્કી કર્યા હતા. આચાર, પરોપકાર, ઉપદેશ, ધ્યાન, લેખન, વાચન, સત્સંગ, અનુભવ, દુર્ગુણો, સદ્ગણો,ઉન્નતિકારક કાર્યો ને સુધારાના વિચારે ઇત્યાદિ.
આ અગિયાર વિભાગ એમના આચાર-વિચારની પ્રતીતિરૂપ છે. જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય એ જ મુક્તમને આવી ડાયરીઓ લખી શકે છે. કાચાપોચા કે મનના માયાવી લેકે તે એક વાક્ય પૂરી સ્પષ્ટતાથી પણ બોલી શકતા નથી, તો લખવાની વાત તો કેવી ? તેઓ હંમેશાં ક્યાંક પકડાઈ ન જવાય તેની પેરવીમાં રમતા હોય છે.
રોજનીશી એ માનસિક પ્રાયશ્ચિત્ત–પ્રતિક્રમણનું મોટું સાધન છે, ને જીવનને વધુ ખુલ્લી કરનારી વસ્તુ છે. વાચન, લેખન, મનન, વ્યાખ્યાન, વિહાર ને ધ્યાનસમાધિમાં ન જાણે લેખકે આટલી નવરાશ ક્યાંથી મેળવી હશે?
રોજનીશીમાં તેઓએ અનેક વિષયોને આવરી લીધા છે. લખે છે:
“પ્રેમ, સંપ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણે જ્યાં પ્રગટે છે, ત્યાં તે તે ગામ શહેરને ઉદય થાય છે!” કેટલું અનુભૂત સત્ય છે.
છેવટે કોઈ પણ જાતની ગ્રંથિ વગરના આ નિગ્રંથ ધર્મના અવધૂત સાધુ લખે છેઃ
- “અમારા ઉપર શ્રદ્ધા-પૂજયબુદ્ધિ ધારણ કરનારા ભક્તોએ શ્રી. વીતરાગના વચનાનુસારે કથેલા વિચારોને આચારમાં મૂકવા પ્રયત્ન કરો.
“અમારા વિચારો કેઈને ન રુચે તો તેણે અમારા પર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોતાં શીખવું.
For Private And Personal Use Only