Book Title: Jain Stotra Sandohe Part 02
Author(s): Chaturvijay
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 11
________________ શાન સ્વયં પણ પૂજ્ય છે એટલે વાચક અને દર્શક બંને પ્રત્યે નગ્ન વિનંતિ છે કે તેઓ કૃપા કરીને તેની જરા પણ અવગણના ન કરે. આ ગ્રન્થમાં છપાએલા બધા યંત્રોની આકૃતિઓ વયોવૃદ્ધ ગુરુદેવ આચાર્ય શ્રીજયસિંહસૂરિજીએ પોતાના હાથે જ દોરી આપેલી છે તે માટે તેઓશ્રીને હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આ ગ્રન્થ આગમે દ્ધારક આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના કરકમલમાં એ જ કારણે સમર્પિત કરાય છે કે તે જ પુણ્યપુરુષની પ્રેરણાથી પ્રાચીન જૈન સાહિત્યનો આસ્વાદ લેવાને હું ભાગ્યશાળી થયો છું. આ સંગ્રહમાં “શ્રીનમિણસ્તોત્ર'ની મંત્રમય ટીકા તથા તેના એકવીસ યંત્ર સુશ્રાવક શિવનાગ વિરચિત “શ્રીધરણરગેન્દ્રસ્તોત્ર'ની મંત્રય ટીકા તથા તેના ઓગણીસ યંત્ર, સુપ્રસિદ્ધ “વિજયપહત્ત સ્તોત્ર'ના મંત્રા—ાય તથા તેના ૨૦ વીસ યંત્રો, “અમઢે” મંત્રના ત્રણ યંત્રો તેની વિધિ સાથે અને “મંત્રાધિરાજતેત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે તૈયાર કરેલે ચિંતામણિયંત્ર' વગેરે કુલ ૬૪ ચોસઠ યંત્રો પહેલી જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. સાથે સાથે “સંતિકરસ્તાત્ર ના અધિષ્ઠાયક દેવનાં ચિત્રો સાથેના પ્રાચિન ચિત્રપટના યંત્રની પ્રતિકૃતિ પણ આપવામાં આવી છે. વિશેષ મંત્રસાધના કરવાની ઈચછાવાળાઓને માટે “મંત્રસાધનોપયોગી કાષ્ટક તથા તેને લગતાં મુખ્ય મુખ્ય અંગેનું સ્પષ્ટીકરણ ગૂર્જર ભાષામાં સંપાદકે કરેલું હોઈ તેના બાકીનાં બીજ અંગેનું સ્પષ્ટીકરણ મહારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર “ભરવપદ્માવતીક૯૫નો પ્રસ્તાવનામાં કરવામાં આવનાર હોવાથી તે તરફ વાંચકેનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું. મન્ના મન્ચ એટલે અમુક પ્રકારના અક્ષરની સંકલના. જેમ આકર્ષસુશીલ વિદ્યુત અને પ્રેરક વિદ્યુતના સમાગમથી તણુઓ ઉત્પન્ન થાય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 580