________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે પ્રવાસ,
ર૦૧ અહીં પ્રથમ દેરાસરની અંદરના ભંડાર વિગેરેમાં કેટલોક લાગે પૂજારીઓને હતો. તે નવી વ્યવસ્થા થતાં તેમનું મન મનાવીને કાઢી નાખવા. માં આવ્યું છે. પૂજારીઓ પગારઘર રાખવામાં આવ્યા છે અને તમામ ઉપજ ભંડાર ખાતેજ જાય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પૂજારીઓને કાંઈ પણ લાગે છે ત્યાં ત્યાં તેને લાગે અળસાવી તેમને પગારદાર રાખવાની રીતી દાખલ કરવાની આવશ્યકતા છે. આવા લાગ વિગેરેના કારણથી આ ગાળ ઉપર તેઓ હકદાર થઈ પડે છે. તે વખતે તેમને અળસાવવા તે બહુ ભારે થઈ પડે છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીના સંબંધમાં બનેલે તાને દાખલ કરી તેને માટે ધડે લેવા યોગ્ય છે. તેમજ પાલીતાણામાં શત્રુંજય તીર્થ ભાટ લેકો તરફથી જે ઉપદ્રવ સહન કરવું પડે છે તેનું પણ તેજ કારણ છે માટે જ્યાં જ્યાં એવા લાગી હોય ત્યાં ત્યાં હરેક પ્રકારે અળસાવવાની જોન બંધુઓ પ્રત્યે અમારી ખાસ ભલામણ છે.
શ્રી શંખેશ્વરજી મહા તીર્થની યાત્રાને લાભ લઈ ૫છા વળતાં વડગામ દર્શન કરી દસાડે રાત રહી બીજે દિવસે પાટડી દર્શન કરી ઉપરીઆળે આવ્યા.
ઉપરિયાળા.
ઉપરીયાળા પણ એક તીર્થ છે ત્યાં નાનું પણ રમણિક દેરાસર છે અને તેને લગતી મોટી ધર્મશાળા છે. આ દહેરાસરજીમાં પ્રતિક સંવત ૧૮૪૪ ના માહ સુદિ ૧૩ શ કરવામાં આવી છે, પણ તેમાં પધરાવેલા જિન ભિ એ સંવત ૧૮ ૧૯ ના વૈશાક શુદિ ૧૫ મે ભૂમિમાથી નીકળ્યા છે. ભેણી તીર્થ થયા અગાઉ આ તીર્થનો મહિમા વધારે વિસ્તરેલે હો અને યાત્રાળ પણ અહાં પુષ્કળ આવતા હતા. દેરાસરજીમાં મૂળ નાયક શ્રી આદિધર ભગવાન છે અને તેમની બે બાજુએ શ્રી શાન્નિનાથજી અને શ્રી પાર્શ્વનાથજી છે. ત્રણે બિંબ સુવ સરખા રકત વર્ણના છે. બહુજ સુમિળ ને સુંદર છે. દર્શન કરતાં પરમ આનંદ ઉત્પન્ન થાય છે. ચોથા બિંબ શ્રી નેમિનાથજીના શ્યામ વર્ણવાળ છે. તેની બેઠકને ભાગ જરા ખંડિત છે. ચારે બિંબ સંપ્રતિરાજાના ભરાવેલા છે. પ્રતિમાજી નીકળ્યા બાદ
For Private And Personal Use Only