________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ ચાલ્યા: જવાથી. જેને કોમમાં મરણનું પ્રમાણ ઓછું આવ્યું છે. - વા પ્રસંગે દુનિયાની અસ્થિરતા જણાઈ આવે છે. મનુષ્ય ચાલતા ચાલતા ઉંચું જોતો નથી, પણ તેને ખબર નથી કે બીજી પળ કેવી જશે. મરકથી અનેક કુટુંબો પાયમાલ થઈ ગયા છે અને અનેક યુવતીઓ પતિ વગર ની થઈ પડી છે. મરકીના વખતમાં અહીંના આગેવાન ગૃહર પછી ગાંધી મોતીલાલ ગગલ અને શા કુંવરજી આણંદજીના પ્રયાસથી એક મેટું ફંડ એકઠું કરવામાં આવ્યું હતું અને તેમાંથી સર્વ કામ માટે સર્વ પ્રકારની મદદ આપવામાં આવતી હતી આવા પ્રસંગે જે લોકો દિવ્યની મૂછો. ઉતારે છે તેઓને ધન્ય છે ભાવનગરની પ્રો એ બહું સહન કર્યું છે. અમે તે બાબતમાં પૂરેપૂરી દીસે છ બતાવીએ છીએ.
* ,
મરકી અને અમેં પોતે--મરકીના કારણથી જેમ ભાવનગરને સ. હન કરવું પડયું છે તેમ અમારી સભાને પણ નુકસાનને પાર રહ્યા નથી. ગઈ મોટી આગમાં સભાનું સર્વસ્વ બળી ગયા પછી પાછું આખું ખાતું લાઈન પર મુકવામાં આવ્યું હતું અને કેટલીક ચોપડીઓ છપાઈ ગઈ હતી અને બીજું કામ ચાલતું હતું. સાથે સાથે ચોપડી વેચવાનું કાર્ય પણ શા કરી દેવામાં આવ્યું હતું. પાનિયું તે ચાલુજ હતું. પણ તેવામાં આ ખેગથી અમારી સભાને ૧૫ વર્ષના અનુભવી નેકર ત્રવાડી કેશવજી વાલજી ગુજરી જવાથી અમને ઉઘરાણે સંબંધમાં મોટું નુકશાન થયું છે. વળી પાનિયા મોકલવા તથા છપાવવાનું કામ અનિયમીત થઈ જવાથી આ વખતે બે અંક સાથે કાઢવા પડયા છે. સર્વ પ્રકારના ઉદેગનો પ્રસંગ હોવાથી અમારા ગ્રાહકો અમને દરગુજર કરશે એવી આશા છે, આ વખત ની મરકીનું જેર એવું સખત હતું કે સભાની એરીસ લગભગ બે માસ સુધી ઉઘડી નહોતી તેથી ચોપડીઓને ઓર્ડર અને કાગળના પ્રત્યુત્તર લખવામાં વિલંબ થયો છે. આ સર્વે બાબ1 માટે અમે નિરૂપાય હતાં તેથી દિલગીર છીએ. હવે પછી ચોપાનિયાનું કામ બનતા સુધી નિયમીત કરવામાં આવશે. છતાં માસિક ચોપાનીયું જરા અનિયમિત થઈ જાય તો તે નુકશા ન કરૂં થઈ પડતું નથી.
For Private And Personal Use Only