Book Title: Jagatna Vidyaman Dharmo
Author(s): Jayendrakumar Anandji Yagnik
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 8
________________ સંપાદકીય પ્રસ્તાવના જગતના વિદ્યમાન ધર્મો પર ઘણી ભાષાઓમાં ઘણાં પુસ્તકો સુલભ છે. પણ સર્વધર્મસમભાવનની દષ્ટિએ વિચારીને “અનેક ધર્મોમાં રહેલી એક ધાર્મિકતાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતું આ પુસ્તક મારી જાણકારી મુજબ એ વિષય પરનું પ્રથમ પુસ્તક છે, જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય એ ઉત્તમોત્તમ ધાર્મિક જીવનનાં ચાર પાસાંઓ છે. ધાર્મિક જીવન કે ધાર્મિક્તાના આ આદર્શને અનુલક્ષીને જગતના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો પરિચય આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ રીતે તેમાં વિવિધ ધર્મોમાં રહેલી મૂળભૂત એકતાનું નિરૂપણ થયું છે. આપણે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એના અનુસંધાનમાં ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનના રિપોર્ટમાં યથાર્થ કહ્યું છે કે “બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહિ. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એજ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.” ઊંડી આધ્યાત્મિકતાની અને ધાર્મિક સહિષ્ણુતાની કેળવણીમાં ઉપકારક થવાની આ પુસ્તકમાં ક્ષમતા છે અને તેથી આ પુસ્તક આ વિષય ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત વ્યાપક જનસમુદાયને માટે પણ ઉપયોગી છે. આ પુસ્તકને ગુજરાતી વાચકો તરફથી ખૂબ આવકાર મળશે એટલું જ નહિ પરંતુ અન્ય કોઈ ભાષામાં આ પુસ્તકનો અનુવાદ થશે તો તેને પણ વ્યાપક આવકાર મળી રહેશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. પ્રવર્તમાન ભારતીય સંયોગમાં આ પ્રકારનાં પુસ્તકોની જે પ્રસ્તુતા છે તે જોતાં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ આ પુસ્તકના પ્રકાશનમાં લીધેલો વિશેષ રસ પ્રશંસા અને અભિનંદન પાત્ર ઠરે છે. આ પુસ્તકના સંપાદનનું કાર્ય કરવાની મને તક આપવા બદલ હું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનો આભારી છું. સંપાદકીય યોજના મુજબ લેખનકાર્યમાં સહભાગી થનાર તમામ લેખકો પ્રત્યે ઋણભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પુસ્તકના પ્રકાશનકાર્ય દરમિયાન પ્રિન્ટવેલ પ્રેસવાળા શ્રી નવનીતભાઈ શેઠે જે ધીરજ, ખંત અને ચીવટ દાખવેલાં છે તે બદલ હું તેમનો પણ આભારી છું. જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક અમદાવાદ રામનવમી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 278