Book Title: Jagatna Vidyaman Dharmo
Author(s): Jayendrakumar Anandji Yagnik
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકનો પરિચય ડો. જયેન્દ્રકુમાર આણંદજી યાજ્ઞિક શૈક્ષણિક કારકિર્દી: ૧૯૫૪માં મુંબઈ યુનિવર્સિટીની ઈન્ટર આર્ટ્સની પરીક્ષામાં તર્કશાસ્ત્રમાં સૌથી વધારે ગુણ મેળવવા બદલ સેલ્બી સ્કોલર-એલ્ફિન્સ્ટન કૉલેજમાં ડૉ. જે.એન.ચબના હાથ નીચે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી ૧૯૫૬માં મુંબઈ યુનિવર્સિટીના બી.એ.(ઓનર્સ)તત્ત્વજ્ઞાન વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી ૧૯૫૮માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એમ.એ.-૧૯૬૭માં એ જ યુનિવર્સિટીમાં ડૉ. એ. જી. જાવડેકરના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાન પર મૌલિક સંશોધન બદલ પીએચ.ડી. શૈક્ષણિક અનુભવ ૧૯૫૮-૫૯માં જામનગરની સરકારી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા - 1959 થી 1971 સુધી શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ - 1971 થી 1993 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાનના પ્રોફેસર અને વિભાગીય વડા - 1983 થી 1993 સુધી ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન ભવનના અધ્યક્ષ - 1968 થી પીએચ.ડી. માટેના માન્ય માર્ગદર્શક અધ્યાપક-ઘણા વિદ્યાર્થીઓને સંશોધનમાર્ગદર્શન દ્વારા પીએચ.ડી. પદવીની પ્રાપ્તિ, જેમાંના કેટલાક પ્રકાશિત પીએચ.ડી. નિબંધોની ધર્મ-તત્ત્વજ્ઞાન વિષયના ઉત્તમ પુસ્તક તરીકે નામના. પ્રકાશનો અને પ્રવૃત્તિઓઃ પ્રારંભિક તર્કશાસ્ત્ર, અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રવેશ, નીતિશાસ્ત્ર પ્રવેશ, પ્રારંભિક તત્ત્વચિંતન વગેરે પાઠ્યપુસ્તકો-પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો સરળ ઇતિહાસ (એ.કે. રોજર્સના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) - પ્રશિષ્ટ સામયિકો, જ્ઞાનકોષો અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અધિવેશનોના અહેવાલોમાં પ્રકાશિત થયેલા અનેક સંશોધન લેખો-મૌલિક સંશોધન ગ્રંથ: The Philosophy of Sri Swaminarayana (Published by L.D. Institute of Indology, Ahmedabad) - oprid 2194 PLUUL પાઠ્યપુસ્તક મંડળનાં કેટલાંક પુસ્તકોમાં મુખ્ય સહાયક - યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 278