Book Title: Jad Chetannu Bhedgyan Author(s): Chitrabhanu Publisher: Divine Knowledge Society View full book textPage 6
________________ આ સર્વ પદાર્થોમાં મનના વિચારો સૌથી વધુ શક્તિશાળી શક્તિ છે. એને વારંવાર ઘૂંટવામાં આવે ત્યારે એ ભાવના બને છે - જે માણસની અનન શક્તિને આવરનારાં કર્મોને બાળી નાખે છે, ક્ષય કરે છે. વિશ્વભરમાં ભગવાન મહાવીરની અહિંસા અને મૈત્રીના સંદેશ વાહક પૂ. શ્રી ચિત્રભાનુજી આધુનિક માનસ શાસ્ત્રીય શૈલીથી શાસ્ત્રોના રહસ્યો સમજવી પૂર્વ અને પશ્ચિમના અનેક પરદેશીઓનાં જીવનને જૈનધર્મ રૂપી બેટરીથી ચાર્જ કર્યા છે. તેમના જીવનમાં અપૂર્વ પરિવર્તન લાવી શકયા છે. સંપૂર્ણ શાકાહારી અહિંસક બનાવી નવકાર મહામંત્રના આરાધક બનાવ્યા છે. એમણે અનેક અંગ્રેજી ગ્રંથો બહાર પાડયા છે. તેમાં Philosophy of Soul and Mater નામના અંગ્રેજી પુસ્તકનો ભાવાનુવાદ કરવાનું કાર્ય સોંપી મને અનુપ્રેક્ષા કરવાની જે તક આપી તે બદલ હું તેમનો અત્યંત ઋણી છું. જૈન દર્શનના તત્વજ્ઞાન પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનોનો આ સંગ્રહ છે. પશ્ચિમમાં ભારતીય તત્વજ્ઞાન પ્રત્યે રૂચિ જાગી છે, તેને લક્ષ્યમાં રાખી શકય હોય તેટલી સહજ સરળ ભાષામાં પૂ. શ્રી ચિત્રભાનુજીએ આત્મા અને પુદગલના સંબંધ પર પ્રકાશ પાડયો છે. આમાં એમનો અનુભવ અને ભાષાનું પ્રભુત્વ સહજ છે. કોઈ પણ અનુવાદક મૂળ પ્રવાહ અને ભાવ તો અનુવાદમાં ન જ લાવી શકે. તેમ છતાં મેં પ્રયત્ન કર્યો છે. મૌલિક પ્રવાહ અને ભાવને કયાંય ક્ષતિ લાગ્યાં હોય તો ક્ષમા માગું છું. વાચકો આ પુસ્તકનું વાંચન ચિન્તન કરી ભાવગ્નિમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86