Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના ઈજિપ્તમાં માનવધડ અને સિંહના મસ્તકવાળું એક પત્થરનું બાવલું છે. માણસમાં છુપાયેલ પશુતા અને પશુમાં છુપાયેલ માનવનું એ પ્રતિક છે. ધર્મઝનૂન અને ધર્માન્જતાના નામે યુદ્ધો અને જેહાદો થયાં. રાજ્ય લોભના કારણે હીટલરો, મુસોલોનીઓ, દૂર્યોધનો, સિકંદરો અને અણુયુદ્ધોથી તારાજ નાગાસાકી હીરોશીમા પરિણમ્યાં. વ્યક્તિગત સંઘર્ષોએ પણ ભયંકર તારાજી કરી - આ સર્વ અનિષ્ટો માણસની પશુતાનાં પરિણામો છે. છતાં એ માણસની અદ્ભુત શક્તિના પુરાવા પણ છે. ડાયોજનીઝ ધોળા દિવસે ફાનસ લઈને ફરતો અને કહેતો કે “હું માનવને ખોળું છું.” માણસમાં આ પશુતાના સ્થાને જ્યારે જ્યારે માનવતા ખીલી ત્યારે ત્યારે સંસ્કાર અને મૈત્રીપૂર્ણ સંસ્કૃતિનું સર્જન પણ થયું. તીર્થંકરો, અવતારો, મહા માનવો, સંતો, મહાત્માઓ પણ આમાંથી જ પ્રગટયા. ધર્મભાવના અને વિશ્વબંધુત્વ પણ પ્રસર્યા. માનવશાસ્ત્રીઓ પણ જાહેર કરે છે કે માણસ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. નાવનો કપ્તાન છે. ભાવિનો માલિક છે. આનું રહસ્ય શું છે? સૂર્યનાં કિરણોને એકાગ્ર કરાય ત્યારે સોલારની પ્રબળ શક્તિ પ્રગટ થાય છે. લીંડીપીપર ખૂબ ઘૂંટાય તો રસાયણ બને છે. ખીલી જાણમાં આપવામાં

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 86