________________
વ્રતાદિનું અનુષ્ઠાન નિરર્થક નથી
ઇષ્ટોપદેશ
वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम् छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ॥
વ્રતો આપે સુખો સ્વર્ગે, અવ્રતો નરકે દુ:ખો; છાંયે તાપે, રહ્યા બેનો, ભેદ મોટો અહો! લખો.
શ્લોક-3.
—
અન્વયાર્થ [વ્રતૈ:] વ્રતો દ્વારા [ટૈવ પરં] દેવપદ પ્રાપ્ત કરવું [વર] સારું છે, [વત] પણ અરે [જ્ઞદ્રત્ત:] અવ્રતો દ્વારા [નાર] નરકપદ પ્રાપ્ત કરવું [ પૂર] સારું નથી. (જેમ) [છાયા તપ થયો:] છાયા અને તાપમાં બેસી [પ્રતિપાયતો:] (મિત્રની) રાહ જોનારા બન્ને(પુરુષો)માં [માન્ મેલઃ] મોટો તફાવત છે (તેમ વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બન્ને પુરુષોમાં મોટો તફાવત છે).
-
અર્થ
વ્રત વડે દેવ ગતિમાં સુખ પમાય છે અને અવ્રતથી નર્શિદ અધોગિતમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તેથી વ્રતપાલન સારું છે. જેમ કોઈ મિત્રની પ્રતીક્ષા કરતા બે પુરુષોમાંથી એક છાયામાં રહ્યો છે અને બીજો તાપમાં રહ્યો છે. એ બન્નેમાં જેવી રીતે મોટો ભેદ છે, તેવો જ ભેદ વ્રતપાલન કરનાર અને વ્રતપાલન નહીં કરનારમાં છે.