Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 51
________________ ૪૨ ઇષ્ટોપદેશ યોગીને સ્વદેહ પ્રત્યે પણ લક્ષ હોતું નથી શ્લોક-૪૨ - किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति योगी योगपरायणः || વિચારે ના શું આ કેવું? કોનું ક્યાંથી વળી કહીં? યોગી તો યોગમાં લીન, દેહભાનેય જ્યાં નહીં. - અન્વયાર્થ – [ચોપરાયણ:] યોગપરાયણ [ોળ] યોગી, [ક્િ વ] આ શું છે? [ીવૃશ] કેવું છે? [ī] કોનું છે? [માાત્] શાથી છે? [વ] ક્યાં છે? [તિ વિશેષયન્] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહીં કરતા થકા [સ્વવેદ્ અપિ] પોતાના શરીરને પણ [ન અનૈતિ] જાણતા નથી. — અર્થ ધ્યાનમાં એકાગ્ર થયેલા યોગી - જ્ઞાની, આ અનુભવમાં આવે છે તે તત્ત્વ શું છે? કેવું છે? કોનું છે? કેમ છે? ક્યાં છે? ઇત્યાદિ વિકલ્પોથી રહિત હોય છે. આ દશામાં તેમને પોતાના ♦ શરીરનું ભાન પણ રહેતું નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની તો વાત જ શું કરવી?

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88