________________
૩૯
ઈબ્દોપદેશ આત્મસંવિત્તિનાં અન્ય ચિહ્નો –
બ્લોક-36
निशामयति निःशेषमिन्द्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ॥ સમસ્ત વિશ્વને ભાળે, ઈન્દ્રજાળ સમું વૃથા;
આત્મલાભ સદા ઈચ્છે, પસ્તાયે પરમાં જતાં. અન્વયાર્થ – (યોગી) [નિ:શેષમ્ નીતિ] સમસ્ત જગતને [ફેન્દ્રીત્રો] ઇન્દ્રજાળ સમાન [નિશાનયતિ] સમજે છે, [માત્માના આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સ્કૃિતિ] સ્પૃહા કરે છે અને [૩ન્યત્ર પત્ની મનુત] અન્યત્ર લાગી જાય તો તેઓ પશ્ચાત્તાપ કરે છે. અર્થ – આત્મજ્ઞાની પુરુષ સમસ્ત સંસારને ઈન્દ્રજાળ સમાન જાણે છે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે અભિલાષા રાખે છે અને જો કોઈ અન્ય વિષયમાં પ્રવૃત્તિ થઈ જાય તો તેનો તેઓ પશ્ચાત્તાપ કરે છે. અર્થાત્ આત્મભાવ સિવાયનાં અન્ય કાર્યો કદાચ કરવાં પડે તો તેનો પસ્તાવો કરે છે.