Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 15
________________ ઈબ્દોપદેશ સાંસારિક સુખની અવાસ્તવિકતા – શ્લોક-૯ वासनामांत्रमेवैतत्सुखं दुःखं च देहिनाम् । तथा ह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि | જીવોની વાસનામાત્ર, એ ઇન્દ્રિય સુખો દુઃખો; ભોગ તે રોગવત્ પીડા, આપે આપત્તિમાં જુઓ. અન્વયાર્થ - વિહિનામ] દેહધારીઓનાં [તત્ સુર દુ: ] તે સુખ તથા દુઃખ [વાસના માત્રમ્ વ] કેવળ વાસનામાત્ર જ હોય છે, [તથા હિં] વળી [તે મોn:] તે સુખ-દુઃખરૂપ) ભોગો [પરિ] આપત્તિના સમયે રિો T: રૂ] રોગોની જેમ (પ્રાણીઓને) [āનયત્તિ] ઉજિત (આકુલિત) કરે છે. અર્થ - દેહધારીઓનાં - બહિરાત્માઓનાં સુખ-દુઃખ તે તો વાસનામાત્ર જ છે. કેવળ કલ્પનાજન્ય છે. આપત્તિ કે શત્રુ આદિ દ્વારા આવી પડેલી વિપત્તિ આદિ દુર્નિવાર પ્રતિકૂળ સંજોગોમાં તે ભોગ રોગ સમાન પીડા, આકુળતા આપનાર થઈ પડે છે. સાંસારિક પ્રાણીઓનાં આવાં સુખ-દુઃખ તે દુઃખરૂપ થઈ આખરે ક્લેશનાં જ કારણ થઈ પડે છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88